SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત મહારાજા અઠ્ઠાણુ ભાઈઓના દીક્ષાના સમાચાર સાંભળી દીલગીર થયો. આ અરસામાં એક દિવસ સુષેણ સેનાપતિએ મહારાજા ભરતને આવી કહ્યું, “હે નરરત્ન, હજી તમારું ચક આયુદ્ધશાળામાં પ્રવેશ કરતું નથી.” ભરતે કહ્યું, “આપણે છ ખંડ સાયા તે હવે કેણ બાકી રહ્યું હશે કે ચરિત્ન અંદર નથી પ્રવેશ કરતું?” થોડીવાર વિચાર કરી સેનાપતિ બોલ્યા, “હે ચક્રવતી, આપને નાનો ભાઈ બાહુબલિ જીતવો બાકી છે” ત્યારે ભરતે દૂત મારફતે બાહુબલિને પિતાને તાબે થવા કહેવરાવ્યું. પણ તેણે તેની અવગણના કરી યુદ્ધની જાહેરાત કરી. દેવોની વિજ્ઞપ્તિથી સંહારમય માણસનું પરસ્પર યુદ્ધ બંધ રાખી બન્ને ભાઈઓનું દષ્ટિ યુદ્ધ, બાહુયુદ્ધ મુષ્ટિયુદ્ધ વાગયુદ્ધ અને દંડયુદ્ધ થયું. આ દરેકમાં ભરત મહારાજા હાર્યા. આ પ્રમાણે બધા યુદ્ધમાં પરાભવ થવાથી લજિજત થયેલા ભારતે હાથમાં ચક્ર લઈ બાહુબલિ ઉપર છોડયું; પરન્તુ સગોત્રી ઉપર ચક કંઈ પણ કરી શકે નહીં, તેથી તે ભારતના હાથમાં પાછું આવ્યું. પછી બાહુબલિ ક્રોધાતુર થઈ, મુષ્ટિ ઉપાડી ભરતને મારવા દોડ્યો. આ સમયે સોને ભરતના જીવિતની શંકા થઈ. પરંતુ બાહુબલિ ભરતની નજીક આવતાં સ્થિર થઈ ગયા અને વિચાર કરવા લાગ્યો કે ચક્રવતીની પેઠે રાજયમાં લુબ્ધ થઈ, મોટાભાઈને વધ કરવા તૈયાર થયેલા એવા મને ધિક્કાર છે. ક્ષણવારમાં નાશ થનારી એવી રાજ્યલક્ષ્મીની ઈચ્છાએ હું મહા અનર્થ કરવા તૈયાર થયે છું. તે હવે મારાથી બીજો પુરુષ અધમ કહેવાય? એમ વિચારી તે ભારતને કહેવા લાગે, “હે વડીલ બંધુ, મે આપને ઘણે ખેદ પમાડ્યો છે. રાજયલમીની લાલચે મેં ઘણું અધમ કાર્ય કર્યું છે; આપ મોટા છે તેથી આ કનિષ્ઠ બંધુના અપરાધને ક્ષમા કરજો ” એમ કહી તે ઉગામેલી મુષ્ટિ વડે પિતાના મસ્તક ઉપરના કેશને લેચ .
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy