SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ એવી રીતે લેકે તેમની પ્રાર્થના કરતા હતા. તથાપિ તે સર્વ વસ્તુને અકથ્ય જાણી, પ્રભુ તેમાંનું કાંઈ પણ રવીકારતા ન હતા. શ્રેયાંસ કુમારે પ્રભુને કરાવેલ પારણું–અક્ષય તૃતીયા આ સમયે શ્રેયાંસ પોતાના આવાસમાં ગેખમાં બેઠા હતા તેવામાં તેણે દૂર દૂર થતાં લેકેને કેલહિલ સાંભળે; લેકેની મધ્યમાં મેરૂ સમાન નિકંપ પ્રભુને તેણે જોયા. પ્રભુને જોતાં જ ગેખ છોડી ઉઘાડે પગે દોડે અને ભગવાનને નમ્યો તેને જાતિ મરણ (પૂર્વ ભવ મરણ) જ્ઞાન થયું. જ્ઞાનથી તેણે જાણ્યું પૂર્વ ભવે આ પ્રભુ વજનાભ ચક્રવતી હતા અને હું તેમને સુયશ નામનો સારથિ હતા. ભગવાનની સાથે મેં પણ દીક્ષા લીધી હતી. વજાભ તીર્થ કરે તે વખતે કહ્યું હતું કે વનાભ અવસપીણીની પહેલી ચોવીસીના પ્રથમ તીર્થકર થશે.” ભાગવાનને કેવી ભિક્ષા જઈએ તે શ્રેયાંસના ખ્યાલમાં આવી ગયું તેણે પોતાની પાસે આવેલ એષણીય ઈક્ષરસ વહોરવા વિનંતી કરી. યોગ્ય આહાર જાણી ભગવંતે અંજલી ઘરી, શ્રેયાંસકુમારે સમગ્રરસ પ્રભુની અંજલીમાં નાખે. તે સર્વ તેમાં સમાયે. દાન દેતાં શ્રેયાંસ થનથન નાચી ઊઠશે. તેના હર્ષને પાર ન હતો. તેને પોતાને જન્મ, વૈભવ અને રાજય ઋદ્ધિ ભગવંતને આપેલ દાનથી કૃતાર્થ લાગ્યાં. દેવોએ “અહેદાનની ઉોષણ પૂર્વક પંચ દિવ્ય પ્રગટ કર્યા. શ્રેયાંસકુમારે આ ઈક્ષરસ પ્રભુને વૈશાખ સુદ ત્રીજને દિવસે વહેરાવ્યો હતો. તેથી તે તીથી અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધ થઈ અને જ્યાં આગળ પ્રભુને ઈક્ષરસ વહેરાવવામાં આવ્યો ત્યાં શ્રેયાંસકુમારે રત્નપીઠિકા (ઓટલી) કરાવી. તે રત્નપીઠિકા જતે દિવસે આદિત્ય મંડળ તરીકે ઓળખાવા લાગી. જોકે તે રત્નપીઠિકા ઉપર રહેલ પ્રભુના હરત અને ચરણ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy