SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ કરે, તેમ તમારી વિદ્યાઓને નાશ થશે તેમજ જે કાઈ બળાત્કારે પરસ્ત્રી ગમન કરશે કે સ્ત્રીના પતિને મારી નાખશે તેની પાસેથી વિદ્યાઓ ચાલી જશે. આ શિખામણ હરહંમેશ સ્મૃતિમાં રહે માટે રત્નભિત્તિમાં પશક્તિરૂપે લખાવી. પછી વિદ્યાઘરોના રાજા તરીકે નમિ વિનમિને સ્થાપન કરી ઈદ્ર સ્વરસ્થાને ગયો. પ્રભુનું ગજપુરમાં આગમન ભગવન નિરાહાર પણે અપ્રમત ભાવે પોતાને વિહાર કરે છે અને વિચારે છે કે કર્મને દૂર કરવા તપ સિવાય બીજો માર્ગ નથી કારણ કે સર્વ મમત્વમાં દેહનું મમત્વ પ્રબળ છે અને તે દેહને આધાર આહાર પાણી છે. પાણી ન મળવાથી લીલાછમ છોડવાઓ પણ થોડા વખતમાં કરમાઈ જાય છે અને બળવાન હાથીઓ પણ આહારના અભાવે નરમ પડી જાય છે. આથી તપ કરતાં દેહ મમત્વને અભાવ અને તેના દ્વારા કમને નાશ થાય છે. છતાં મારી સાથે દીક્ષા લેનારા બીજાઓ કચ્છ મહાકચ્છની પેઠે હતાશ થઈ ભાવમુનિઓ મુનિ પણાને ત્યાગ ન કરે માટે મારે શુદ્ધ આહારની એષણા કરી તેમને ટકાવવા જોઈએ એમ વિચારી પ્રભુ ગજપુર પુરે પધાર્યા. શ્રેયાંસ, સમપ્રભ અને મુબુદ્ધિને આવેલાં સ્વપ્ન ગજપુરમાં બાહુબલિને પુત્ર સમપ્રભ રાજ કરતો હતો તેના રાજકુમાર શ્રેયાંસને ગઈ રાતે એક સ્વમ આવ્યું હતું તેમાં તેણે એવું જોયું હતું કે મેરૂ પર્વતને તેણે દૂધના ઘડાઓથી અભિષેક કરી ઉજવળ કર્યો. સોમપ્રભ રાજાએ તે રાત્રે સ્વમમાં (૧) હેમાચાર્યના કથન પ્રમાણે ધરણેન્દ્ર નમિ વિનમિને ૪,૮૦૦ વિદ્યાઓ આપી હતી. બીજાઓ આ સંખ્યા ૧૬,૦૦૦ અથવા ૬૪,૦૦૦ની બતાવે છે.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy