SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ અવસ્થા શુદ્ધ આહારની અપ્રાપ્તિ પારણાને દિવસે પ્રભુ એષણીય ભિક્ષા માટે નીકળ્યા; પણ લેકે તે વખતે ભિક્ષા અને ભિક્ષાચારથી અજ્ઞાત હેવાથી તેમને નિર્દોષ ભિક્ષા ન મળી. કોઈ ભગવાનને સુંદર હસ્તિ આપતા, તે કઈ અથ આપતા હતા કેઈ ઘરેણાં, તે કોઈ સુંદર વસ્ત્રો આપતા હતા. ભગવાન તે સર્વ છોડી આગળ વધતા હતા અને ઉપવાસ કરતા હતા. ભગવાન ભૂખ, તૃષા કે પરિસહ ગણકાર્યા વિના તપ કરતા હતા. કચ્છ, મહાકછ વગેરેનું જટાધારી તાપસ થવું ભૂખ, તરસથી પીડાતા પ્રભુને શિષ્યોની મુંઝવણ ભગવંતની સાથે દીક્ષિત થયેલા રાજાઓ પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારવા લાગ્યા કે “ભગવાન સુંદરમાં સુંદર ફળના ઢગ હેવા છતાં આરોગતા નથી. મિષ્ટ જળને સમુદ્રના પાણી સમાન માની પીતા નથી. ઉગ્ર તાપમાં વિહાર કરે છે, ટાઢને ગણતા નથી, નિદ્રાનું નામ લેતા નથી. ભૂખ, તરસની દરકાર રાખતા નથી, અને આપણે તેમના સેવક હૈોવા છતાં આપણી સામે નજર સરખી નાખતા નથી. આપણે આમ કેટલા દિવસ કાઢશું ? પ્રભુએ પુત્ર, કલત્ર, રાજયદ્ધિ સર્વ ત્યાગું છે, છતાં કોણ જાણે ખડે પગે શું ચિંતવન કરે છે તેની પણ આપણને ખબર પડતી નથી.”ધીરજ ખૂટતા તેઓ પિતાના મુખ્ય કચ્છ, મહાચ્છને કહેવા લાગ્યા, “તમે પ્રભુના દીર્ધ પરિચયવાળા સેવક છે આથી તમને ખબર હશે કે પ્રભુ શું ચિંતવન કરે છે. જોકે ડગલેને પગલે જાત જાતના ભેદણ ધરે છે, છતાં ભગવાન કેમ કંઈ લેતા નથી? ભગવાન તે ભૂખ, તરસ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy