SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ આકાશ અને પૃથ્વી જળમય થઈ ગઈ અને પૂરવેગથી ચાલતા જલ પ્રવાહમાં મોટા મોટા વૃક્ષો પણ ઉખડી જઈ તણાવા લાગ્યા. તે જ ક્ષણવારમાં પ્રભુના ઘૂટણ સુધી પહોંચ્યું, ક્ષણવારમાં કટિ સુધી આવ્યું, અને ક્ષણવારમાં તે પ્રભુની નાસિકાના અગ્ર ભાગ સુધી પહોંચી ગયું. છતાં ધ્યાનમગ્ન પ્રભુ જરાપણ ચલિત થયા નહિ. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેથી તેણે અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તે પરોપકારી પ્રભુને ઉપસર્ગ થત જે. તત્કાલ ધરણેન્દ્ર પિતાની પટ્ટરાણીઓ સહિત પ્રભુ પાસે આવ્યું અને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પ્રભુના મસ્તક ઉપર ફણાઓ રૂપે છત્ર ધર્યું, આવી ભક્તિ કરનાર ધરણેન્દ્ર ઉપર અને ઘોર ઉપસર્ગ કરનાર મેઘમાલી ઉપર સમભાવમાં લીન બનેલા. પ્રભુની મનોવૃત્તિ તત્ય હતી. પછી અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણેન્ટે કહ્યું, “અરે દુર્મતિ ! પિતાના અનર્થ માટે આ તે શું આરંહ્યું છે? હું ભગવંતને સેવક છું. તેથી તારા આવા દુષ્કૃત્યને સહન કરવાનું નથી. એ પરમકૃપાળુએ કાઠમાં બળતા. એવા મને ઉગારી નમસ્કાર મંત્ર સંભળાવી, ઈન્દ્ર બનાવ્યું અને તને પાપથી અટકાવ્યા; આવા ઉપકારી ઉપર પણ તું નિષ્કારણ શત્રુતા શા માટે ધારણ કરે છે. ત્રણ જગતને તારવાને સમર્થ એવા એ પ્રભુ જલથી ડુબવાના નથી, પણ મને લાગે છે કે અગાઢ ભવસાગરમાં તુજ બુડવાને છે” એ પ્રમાણે કહી ધરણેન્દ્ર મેઘમાલીને ફીટકાર આપી હાંકી મૂકો. પાશ્વપ્રભુને કેળવજ્ઞાન ધરણેન્દ્રના આવાં વચન સાંભળી ભયભીત બનેલ મેઘમાલી તત્કાળ સવંજલ સંહરી લઈ, પ્રભુનું શરણ કરી, પ્રભુના ચરણમાં આવીને પડ, અને અંજલિ જોડી પ્રભુ પાસે પિતાના અપરાધ ખમાવી સ્વસ્થાને ચાલ્યા ગયે. ધરણેન્દ્ર પણ પ્રભુને વંદન કરી પિતાના સ્થાને ગયે. ભગવાન ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પૂરી સમીપ આવી આશ્રમપદ નામના ઉધાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ૮૪ દિવસે
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy