SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ માનવોએ વહન કરવા યોગ્ય એવી શિબિકામાં બેસી પ્રભુ આશ્રમપદ નામના ઉદ્યાન સમીપ આવ્યા ઉદ્યાનમાં પ્રવેશ કરી, શિબિકા પરથી ઉતરી, પ્રભુએ આભૂષણાદિક સર્વ ત્યજી દીધું અને ઈન્દ્ર આપેલું એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પિષ માસની કૃષ્ણ એકાદશીએ શ્રી પાર્શ્વ પ્રભુએ અષ્ટમ તપ કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બે દિવસ બાદ પ્રભુ પકટ નામના ગામમાં પધાર્યા અને ધન્યને ત્યાં તેમણે પારણું કર્યું. પારણાને સ્થાને ધન્ય રત્નપીઠ સ્થાપી. કલિકુંડ તીર્થ ભગવાન વિહાર કરતા કરતા કાદંબરી અટવામાં આવ્યા. અને ત્યાં રહેલ કુંડ સરોવરને કાંઠે કાઉસ્સગ ધ્યાને રહ્યા. ભગવાન ધ્યાનમાં લીન હતા તેવામાં મહી ધર નામે હાથી સરોવરમાં પાણી પીવા આવ્યો. તેણે પ્રભુને જયા કે તરત જ તેને જાતિ મરણ જ્ઞાન થયું અને તે વિચારવા લાગ્યો “આ મહાપુરૂષના દર્શનથી જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય. હું પૂર્વજન્મમાં હેમ નામે કુલપુત્ર હતું. મારું શરીર વામન હતું તેથી લકેની મશ્કરી સહન ન થઈ શકવાથી હું જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં મને એક મુનિ મળ્યા. મેં મુનિ પાસે દીક્ષાની માગણી કરી પણ મુનિએ મને સાધુપણા માટે અયોગ્ય માની દીક્ષા ન આપી પરંતુ શ્રાવક વ્રત આપ્યું. અંતકાળે આર્ત ધ્યાનથી મૃત્યુ પામી, વામન રૂપના તિરરકાર અને મોટી કાયાના પ્રેમને લીધે આ ભવમાં હું હાથી છે. હું જે અત્યારે માનવ હેત તો પ્રભુને મારું સમગ્ર જીવન અપી રવકલ્યાણ સાધત. પણ હાલ તે હું પશુ છું એટલે લાચાર
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy