SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ર મુનિ ચિંતવવા લાગ્યા કે, “અહે આ સર્ષ કર્મના ક્ષય માટે મારે પરમ ઉપકારી છે, જરાપણ અપકારી નથી. લાંબો કાળ જીવીને મારે કર્મને ક્ષય જ કરવાનું છે, તે તે હવે અલ્પ સમયમાં કરી લઉં આ પ્રમાણે વિચારી આલોચના કરી, બધા જગજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મ ધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન કર્યું. ત્યાંથી કાળ કરી કિરણગ મુનિ બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પાંચમો ભવ દેવ છો ભવ રાજકુમાર વજુનાભ મુનિ સાતમો ભવ દેવ જબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં શુભકરા નામની નગરીને વિષે વાવીયે નામે રાજા હતો તેની લક્ષ્મીવતી નામે રાણીની કક્ષીને વિષે કિરણગ મુનિને જીવ આવીને અવતર્યો. યેગ્ય અવસરે લક્ષ્મીવતીએ પુત્રને જન્મ આપે, તેનું વજનાભ એવું નામ પાડયું. તેણે મોટો થયા પછી ક્ષેમકર જીનેશ્વરની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરી વજનાભ મુનિએ શ્રતને અભ્યાસ કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણ કરતાં અને તીવ્ર તપસ્યાથી કૃશ શરીરવાળા મુનિ અનેક નગર વગેરેમાં વિહાર કરવા લાગ્યા, અનુક્રમે મુનિને આકાશગમનની લબ્ધિ પ્રાપ્ત થઈ એક વખતે આકાશમાર્ગે ઉડીને તે મુનિ સુકચ્છ નામના વિજયમાં આવ્યા. ત્યાં પૂર્વભવના વૈરી એક ભીલના બાણથી ઘાયલ થયા આર્તધ્યાન રહિત એવા તે મુનિ નમેડીંદભ્ય એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વી પર બેસી ગયા. પછી સમ્યગ આલોચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ ને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં રત થઈ મૃત્યુ પામી તે મુનિ દેવલેમાં દેવ થયા. આઠમો ભવ સુવર્ણબાહુ ચકવતી વજનાભને જીવ દેવલોકથી ચવીને જંબુદ્વીપમાં પૂર્વ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy