SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકના “જૈનીઝમ ઈન ગુજરાત” વિષે કેટલાક અભિપ્રાય મુંબઈ સમાચાર, મુંબઈને અભિપ્રાય. ગુજરાતમાં જૈન ધર્મ | (અંગ્રેજીમાં) લેખકઃ ફેસર ચીમનલાલ ભાઈલાલ શેઠ, એમ. એ., એલ. એલ. બી, બી. ટી. પૃષ્ઠ સંખ્યા-૨૮૨ કિંમત-પાચ રૂપિયા પ્રકાશકઃ શ્રી વિજય દેવસૂર સંધ, ગાડી જેન મંદિર, પાયધુની, મુંબઈ૩. ગુજરાતના ઈતિહાસ વિષે આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા પણ મૌલિક પુસ્તક નથી. ત્યારે તેમાં પ્રો. ચીમનલાલ શેઠનું અંગ્રેજી ભાષામાં લખાયેલું ઉપરોક્ત પુસ્તક આવકાર દાયક ઉમેરો કરે છે. આ પુસ્તકના પ્રકાશનથી ગુજરાતના ઈ.સ. ૧૧૦૦થી ૧૬૦૦ સુધીના ઈતિહાસ પરનું સાહિત્ય ખરેખર સમૃદ્ધ બન્યું છે. “ઈતિહાસ એટલે રાજાઓના જીવનની જ કથા નહિ, પણ માનવ જીવનની કથા ” એ દષ્ટિ બિન્દુ આ પુસ્તકમાં સ્વીકારવામાં આવ્યું છે અને જેનોએ ગુજરાતના સામાજીક તથા સાંસ્કૃતિક જીવનમાં આપેલા યશસ્વી ફાળાની અહીં સવિસ્તર નેંધ લેવામાં આવી છે. પ્રોફેસર ચીમનલાલે સંસ્કૃત, પ્રાકૃત, જુની ગુજરાતી, ફારસી વગેરેમાં ઉપલબ્ધ એવા સાહિત્યનો અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે. અને દરેક વિગત માટે દસ્તાવેજી પુરાવાઓ આપ્યા છે. ગુજરાતના રાજાઓની ધમ સહિષ્ણુતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે. કુમારપાળ રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. છતાં તે રાજા તરીકેનો પિતાને ધર્મ ભૂલ્યો ન હતો અને જ્યારે ભાવ બૃહસ્પતિએ કુમારપાળને વિનંતી કરી કે સોમનાથનું મંદિર સમરાવવાની જરૂર છે ત્યારે કુમારપાળે તે નવું બાંધી આપ્યું હતું. આમાં જેનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની ઉદારતા પણ તરી આવે છે. તેઓશ્રીએ પણ કહ્યું કે સોમનાથનું મંદિર સમરાવીને તેણે પિતાને રાજધર્મ બજાવવો જોઈએ. ગુજરાતના રાજાઓએ ધર્મને નામે કોઈના પર જુલમ ગુજાર્યો નથી. અજયપાળ એક અપવાદ હતો.) સિદ્ધરાજ જયસિંહના પૂર્વજો દેવધર્મ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy