SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ - કરી. છતાં દ્રવ્ય વંદન હૈવાથી તેને ખાસ લાભ થ નથી.” ઢઢણ મુનિ પૂર્વભવ કૃષ્ણને ઢંઢણ નામની સ્ત્રીથી ઢંઢણ કુમાર નામે પુત્ર થયો હતે. એક દિવસ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી ધર્મ સાંભળી, સંસારથી વિરક્ત થઈ તેણે દીક્ષા લીધી. ઢંઢણ મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા, પણ પૂર્વે બાંધેલ અંતરાય કર્મના ઉદયથી તે જ્યાં જાય ત્યાં તેને આહારાદિ કાંઈ મળે નહિ. એટલું જ નહિ પણ જે મુનિઓ તેની સાથે જાય તેમને પણ કાંઈ મળે નહિ. પછી સર્વ સાધુઓએ મળી શ્રી નેમિનાથ પ્રભુને પૂછયું, “આપના શિષ્ય અને કૃષ્ણ વાસુદેના પુત્ર હોવા છતાં, ઢઢણ મુનિને દ્વારકામાં ભિક્ષા કેમ મળતી નથી ?” પ્રભુ બોલ્યા, “પૂર્વે મગધ દેશમાં ધાન્ય પૂરક નામના ગામમાં પારાસર નામે એક રાજ સેવક રહેતા હતા. તે ગામના લે પાસે રાજના ખેતરો વવરાવતો હતો, પરંતુ ભેજન વેળા થવા છતાં અને ભેજન આવી ગયા છતાં, તે લોકોને ભેજન કરવા રજા આપતા નહિ, પણ ભૂખ્યા, તરસ્યા અને થાકેલા બળદો વડે તે ગામડીઆઓ પાસે હળ ખેડાવતો. હતો, એ કાર્યથી તેણે અંતરાયકર્મ બાંધ્યું છે. તેના ઉદયથી તેને ભિક્ષા મળતી નથી” આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી ઢંઢણમુનિને પશ્ચાત્તાપ થયે; તેથી તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધો કે “મારું અંતરાયકર્મ ક્ષય થશે અને મારા લબ્ધિથી આહાર મળશે ત્યારે જ ગ્રહણ કરીશ.” ઢંઢણમુનિને કેવળજ્ઞાન એક વખત શ્રીકૃષ્ણ પ્રભુને વાંદી પાછા ફરતાં ઢંઢણમુનિને દેખી, હાથી ઉપરથી ઉતરી પગે લાગ્યા. આ જોઈ એક શેઠે તેમને મોદક વહોરાવ્યા ઢંઢણમુનિને લાગ્યું, “આજ મારૂં અંતરામ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy