SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ છાડી છે અને તેના કેશ મને અપાવો.” પછી તે કાર્ય માટે કૃષ્ણ બળભદ્રને સત્યભામો સાથે રૂક્મિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રધુને વિઘાથી કૃષ્ણનું રૂપ વિકવ્યું એટલે તેમને ત્યાં જઈ રામ લજા પામી પાછા વળ્યા. પૂર્વથાને આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈ તે બેલ્યા, “તમે મારી મશ્કરી કેમ કરે છે ? તમે મને કેશ લેવા માટે ત્યાં મોકલી પાછા તમે પોતે જ ત્યાં આવ્યા અને પાછા અહીં આવતા રહ્યા જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં. કૃષ્ણ સેગન ખાઈને કહ્યું, “હું ત્યાં આવ્યું ન હતું.” એમ કહ્યા છતાં પણ “આ બધી તમારી જ માયા છે' એમ બોલતી સત્યભામાં રસ ચડાવીને પોતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે કૃષ્ણ તેને ઘેર ગયા. નારદે રુકિમણીને કહ્યું, “આ બ્રાહ્મણ બટુક નથી પણ તારે પુત્ર પ્રધુમ્ન છે. તેને મેં ભાનુકના લગ્નના સમાચાર આપ્યા અને તારૂં દુઃખ જણાવ્યું તેથી તે અહીં અવસરે આવી પહોંચ્યો છે. આજે ભાવુક વેરે પરણાવવાની કન્યાનું તેણે હરણ કર્યું છે. બગીચે ફૂલરહિત કર્યો છે, ઘાસની દુકાને ઘાસ વિનાની બનાવી છે. જળાશ પાણી વિનાના બનાવ્યાં છે અને બધું ભજન જાતે જ ઝાપટી ગયા છે. તેવામાં પ્રધુમ્ન પોતાનું દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડો. રૂકિમણીના સ્તનમાંથી દૂધની ધારા ચાલી. તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું અને નેત્ર અશ્ર લાવી તે વારંવાર પુત્રને મરતક પર ચુંબન કરવા લાગી. પછી પ્રધુને કહ્યું, “હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય બતાવું ત્યાં સુધી તમે મને ઓળખાવશે નહિ.” હર્ષમાં વ્યગ્ર થયેલી રુકિમણીએ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ. પછી પ્રધુમ્ન રુકિમણીને એક માયા રથમાં બેસાડીને ચાલે અને શંખ ફૂંકીને જણાવ્યું,
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy