SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ કર રાહિણીના પુત્ર રામને બાલાવ્યે। અને બધી વાતથી વાકૅફ કરી નંદને ત્યાં મૂકયે! અહીં રામકૃષ્ણને જીવની પેઠે સાચવતા તેમજ ધનુવિદ્યા વગેરે કળાએ પણ શીખવતા. જેમ જેમ કૃષ્ણવૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગેાપાંગનાઆના ચિત્તમાં તેમને જોવાથી કામદેવના વિકાર ઉત્પન્ન થવા લાગ્યા. કૃષ્ણને વચમાં બેસાડીને તેઓ તેના ફરતી ફુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફરે તેમ નિર્ભર ચિત્તે તે ફરવા લાગી. ગિરિ જીંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બલરામને વારંવાર હસાવતા હતા. જ્યારે ગેાપીએ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બલરામ હસ્તતાલ દેતા હતા. આ પ્રમાણે ત્યાં ક્રીડા કરતા રામ કૃષ્ણને અત્યંત સુખમાં અગિયાર વર્ષ વીતી ગયા. શ્રી નેમિનાથ ભગવાનના જન્મ શૌય પુર નગરમાં સમુદ્રવિજ્ય રાજાની શિવાદેવી રાણીની કુક્ષિમાં, શંખને જીવ અપરાજિત વિમાનથી વી કારતક વદ બારસને દિવસે ચિત્રાનક્ષેત્રમાં અવતર્યાં. સુખે સુતેલાં શિવાદેવીએ ચૌદ મહાસ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં દેવાએ ચ્યવન કલ્યાણક ઉજગ્યું. પૂ માસે શ્રાવણ સુદ પાંચમને દિવસે, શિવાદેવીએ મરકત રત્નના સરખી કાન્તિવાળા, શ ́ખ લનયુક્ત, પુત્રને જન્મ આપ્યા. દિંગ કુમારિકા, ૬૪ ઈંદ્રા અને અસખ્ય દેવાએ આચાર પ્રમાણે જન્મ કલ્યાણક ઉજવ્યું, સમુદ્રવિજય રાજાએ નગરમાં પુત્ર જન્મ મટ્ઠાત્સવ ઉજન્મ્યા. શુભ દિવસે રાજાએ પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડયું. કારણ કે પુત્ર ગભમાં હતા ત્યારે શિવાદેવીએ ચૌદ સ્વપ્ન જોયા પછી અરિષ્ટ રત્નની ચક્રધારા જોઈ હતી.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy