SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ મને આપી હતી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈ હું તેને પરણ્ય. પછી તે નવોઢાને લઈ મારા નગર તરફ આવતો હતો ત્યારે માર્ગમાં એક મુનિ મળ્યા. મેં તેમને પૂછયું, “મારું આયુષ્ય કેટલું છે?” એટલે તેમણે ઉપયોગ દઈ કહ્યું, “માત્ર પાંચ દિવસનું આ પ્રમાણે મરણ નજીક જાણ હું તેના ભયથી કંપાયમાન થયો મુનિ બોલ્યા, ભય પામીશ નહિ. તું મુનિ પણું ગ્રહણ કર. એક દિવસની - દીક્ષા પણ વર્ગ અને મોક્ષ આપે છે. પછી દીક્ષા લઈ, તેમની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. અહીં શુકલ થાનમાં વર્તવાથી મારા ઘાતી કર્મને ક્ષય થતાં મને કેવવજ્ઞાન થયું છે. આ પ્રમાણે કહી તે સિંહ કેશરી મુનિ યોગ નિરોધ કરી મોક્ષપદ પામ્યા. એક વખતે કેાઈ મુસાફરે દમયન્તી ને કહ્યું, “તારા પતિ ને મેં અહીં જ છે” દમયન્તી થોડે દૂર સુધી મુસાફર સાથે ચાલી પણ મુસાફર અદશ્ય થયો. દમયન્તી ગુફા અને મુસાફર બનેથી ભ્રષ્ટ થયેલી ચિંતા કરે છે તેવામાં તેને એક સાથે મને આ સાથે સાથે તે અચલપુર પહોંચી રાણી ચંદ્રયશા પોતાની માસી થાય એવી દમયન્તી ને ખબર ન હતી. પરંતુ ચંદ્રયશાની દાસી રાજકુંવરી ચંદ્રાવતીની બહેનપણી તરીકે તેને લઈ આવી. એક વખત ચંદ્રયશાએ પોતાની પુત્રી ચંદ્રાવતીને કહ્યું, “આ તારી બહેન મારી ભાણેજ દમયન્તી જેવી છે, પણ તેનું અહીં આગમન સંભવતુ નથી, કારણ કે જે આપણે પણ સ્વામી નળરાજા છે તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહીંથી ઘણું દુર છે, તો તેનું અહીં આગમન કેમ સંભવે? અને તેની આવી દુર્દશા પણ ક્યાંથી હોય ?” દમયન્તીની ઈચ્છાથી ચંદ્રયશાએ તેને દાનશાળામાં દાન આપવાનું કામ સોંપ્યું તે હંમેશા યાચકને દાન આપે છે અને પોતાને કાળ નિર્ગમન કરે છે. એક વખત ભીમરથ રાજાનો હરિમિત્ર નામનો
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy