SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ કરવા લાગે. અનુક્રમે હું યૌવનવય પામે એટલે પિતાએ મને મારા મામાની મિત્રવતી નામની પુત્રી પરણાવી. કળાની આસક્તિથી હું સ્ત્રીમાં ભેગાસક્ત થયો નહિ એટલે માતાપિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુર્યપ્રાપ્તિ માટે મને શંગાની લલિત ચેષ્ટામાં જોડી દીધે, તેથી હું ઉપવન વગેરેમાં વેચ્છાએ વિચારવા ' લાગે. એમ કરતાં વસન્તસેના નામની વેશ્યાને ઘેર હું બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં અજ્ઞાનપણે મેં સેળ કરોડ સુવર્ણદ્રવ્ય ઊડાવી દિીધું. છેવટે વેશ્યાએ મને નિર્ધન જાણીને તેના ઘરમાંથી કાઢી મૂક્ય ત્યાંથી ઘેર આવતાં માતાપિતાનું મૃત્યુ થયેલું જાણી ધૈર્યથી વ્યાપાર કરવા માટે મારી પત્નીનાં આભૂષણો ગ્રહણ કર્યા પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઊશીરવતી નગરીએ આવ્યું. ત્યાં સ્ત્રીના આભૂષણો વેચીને મેં કપાસ ખરીદ્યો તે લઈને - હું તામ્રલિપી નગરીએ જતો હતો ત્યાં માર્ગમાં દાવાનળ વડે પાસ બળી ગયે તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણી ત્યજી દીધે પછી અશ્વ ઉપર બેસી હું એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો ત્યાં માર્ગમાં ભારે અશ્વ મરી ગયે. એટલે હું પાદચારી છે. ચાલતા ચાલતા હું પ્રિયંગુ નગરમાં આવ્યું. ત્યાં મારા પિતાના મિત્ર સુરેન્દ્રદત્તે મને જો. તે મને પિતાને ઘેર તેડી ગયે. મેં તેની પાસેથી એક લાખ વ્યાજે લીધા અને કરિયાણાં લઈ વહાણ ભરી સમુદ્ર માર્ગે ચાલ્યા દ્વીપનગર વગેરેમાં ગમનાગમન કરી મેં આઠ કરોડ સુવર્ણ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળમાર્ગે રવદેશ તરફ વળે. ત્યાં માર્ગમાં મારું વહાણ ભાંગી ગયું અને માત્ર એક પાટિયું મારા હાથમાં આવ્યું સાત દિવસે હું સમુદ્રકાંઠે પહોંચ્યા. ત્યાં રાજપુર નામના નગરની બહાર એક ત્રિદંડી સન્યા
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy