SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ - બેલી, “ આ ગધ દ્રવ્ય રાજા સમુદ્રવિજયને માટે શિવદેવીએ મે કહ્યું છે.” વસુદેવે કહ્યું, “આ ગંધ દ્રવ્ય માટે પણ કામ આવશે” એમ કહી મશ્કરીમાં તેણે તે ગંધ દ્રવ્ય દાસી પાસેથી લઈ લીધું. કુબજા બોલી, “તમારામાં આવા કુલક્ષણ છે તેથી તે બંધનમાં પડયા છો” વસુદેવે પૂછયું, “શું લક્ષણ છે !” દાસીએ નગરજનોની બધી વાત આદિથી અંત સુધી કહી સંભળાવી. વસુદેવને લાગ્યું, “શું મારા વડીલ બધુ મારે માટે એવો વિચાર ધરાવે છે સ્ત્રીઓની મારા તરફ રૂચિ કરાવવા હું નગરમાં ભણું છું ! મારે અહીં રહેવું નકામું છે. દાસીને તેનું ગંધ દ્રવ્ય પાછું આપી જવા દીધી અને રાતે વેશપલટ કરી નગર બહાર નીકળી સ્મશાનમાં ગયે. અને પિતે અગ્નિપ્રવેશ કર્યો છે એવું થાંભલા પર લખી બ્રાહ્મણને વેશધરી વસુદેવે ત્યાંથી પૃથ્વી ઉપર ફરવા માંડ્યું. વસુદેવે અગ્નિ પ્રવેશ કર્યો છે એ વાત નગરમાં પ્રસરતાં રાજા પ્રજા સૌ કકળી ઊઠયાં. રાજા તથા યાદવોએ તેનું મૃતકાર્ય કર્યું આમ છતાં સમુદ્રવિજય વસુદેવ બળી મરે એ વાત ન માની તેણે તેના વિશ્વાસુ નિમિત્તિયાને બોલાવી પૂછ્યું, “વસુદેવ જીવે છે કે મૃત્યુ પામે છે !” નિમિત્તિઓએ નિમિત્ત જોઈ કહ્યું, “તમારે ભાઈ વસુદેવજીવે છે. લાંબા સમયે તમને યુદ્ધમાં સામે લડત મળશે શ્યામા વગેરે સ્ત્રીઓ સાથે લગ્ન વસુદેવ ભમતો ભમતો છેવટે એક ઘેરી માર્ગ ઉપર આવ્યો. ફરતો ફરતે તે વિખેટ નગરમાં આવ્યા. ત્યાં સુગ્રીવ રાજાની સામા અને વિજ્યસેના નામની બે કન્યાઓને તે કળામાં પરાભવ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy