SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ રપર રામભદ્ર દીક્ષા લીધી ત્યારે તેમની સાથે સોળ હજાર રાજાઓ અને - સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ સંસાર ત્યાગ કર્યો. રામને અભિગ્રહ ગુરૂના ચરણ પાસે ચૌદ પૂર્વ અને દ્વાદશાંગી રૂપ શ્રતને અભ્યાસ કરતા રામભદ્ર મુનિએ વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત સાઠ વર્ષ તપસ્યા કરી. પછી ગુરૂની આજ્ઞાથી રામે એકલવિહારીપણું અંગીકાર કર્યું અને ગિરિગુફામાં રહી અવધિજ્ઞાન ઉપાર્જન કર્યું. લક્ષ્મણને નરકમાં દેખી ધ્યાનમાં વધુ લીન બન્યા, એક વખત તેમણે ચન્દન નામના નગરમાં પારણું કરવા પ્રવેશ કર્યો. લોકોએ તેમને જોઈ હર્ષની કીકીયારીઓ કરી. નગરની સ્ત્રીઓ તેમને ભિક્ષા આપવા માટે પોતાના ગૃહદ્વારે વિચિત્ર ભોજનથી પૂર્ણ એવાં પાત્રો હાથમાં લઈ ઊભી રહી. નગરજનેના કેલાહલથી હાથીઓ ખીલા ઉખેડીને નાઠા અને ઘોડાઓ ઊંચા કાન કરીને ભડક્યા રામ ત્યાંથી આહાર લીધા વગર પાછા ફર્યા અને રાજગૃહમાં જઈ શુષ્ક આહાર લીધે અને પછી અરણ્યમાં ચાલ્યા ગયા. “હવે ફરીથી નગરમાં ક્ષોભ ન થાઓ અને કોઈને ભારે સંઘટ ન થાઓ” એવી બુદ્ધિથી રામે અભિગ્રહ ધારણ કર્યો કે “જો અરણ્યમાં જ શિક્ષાને અવસરે મિક્ષા મળે તે જ મારે પારણું કરવું; નહિ તો કરવું નહિ , રામની મુકિત-રામ અને લક્ષમણુને આગામી વૃત્તાંત રામ મુનિ ભવને પાર કરવાની ઈચ્છાએ એક માસે, બે માસે ત્રણ માસે અને ચાર માસે પારણું કરવા લાગ્યા. કેઈવાર પર્યકાસને રહેતા. કોઈ વાર ભુજા પ્રલંબિત કરી ઊભા રહેતા. કોઈવાર ઉત્કટિતા આસને રહેતા. કેઈવાર ઊંચા બાહુ કરીને રહેતા કોઈ વાર અંગુઠા ઉપર રહેતા. કોઈવાર પગની એડી ઉપર રહેતા એમ વિવિધ પ્રકારનાં
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy