SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર આંખમાં આંસુ લાવી કૃતાંતવદન કહેવા લાગે, “હે માતા! હું દુર્વચન શી રીતે બોલી શકું? સેવક છું એટલે મારે આ અકૃત્ય કરવું પડયું છે. તમે રાવણને ઘેર રહ્યા તે સંબંધી લોકાપવાદથી ભય પામીને રામે છેવટે આ ગાઢ જંગલમાં તમને ત્યજી દેવાનું કહ્યું છે.” સેનાપતિના આવાં વચન સાંભળી સીતા મુછ પામ્યા થોડીવારે વનના શીતળ વાયુથી સચેત થઈ સીતા બેલ્યા, “મારે આટલે સંદેશો મને બરાબર કહેજો કે; સીતાએ રામને મોકલાવેલ સદેશે. જે તમે લોકાપવાદથી ભય પામ્યા હતા તો મારી પરીક્ષા કેમ ન કરી ? સર્વલોકે જ્યારે શંકા પડે છે ત્યારે દિવ્ય વગેરેથી પરીક્ષા કરે છે. હું મંદ ભાગ્યશાળી તે આ વનમાં પણ મારાં કર્મભોગવીશ. પરંતુ તમે તમારા વિવેકને કે કુળને ગ્ય કામ કર્યું નથી. જેવી રીતે દુર્જનની વાણીથી તમે મને એકદમ છોડી દીધી, તેમ મિથ્યા દૃષ્ટિની વાણીથી શ્રી જિનભાષિત ધર્મને છોડશે નહિ.” આ પ્રમાણે કહીને સીતા મૂછ ખાઈ ભૂમિ પર ઢળી પડ્યા. ફરીવાર સાવધાન થઈ બોલ્યા, “હે વત્સ! રામને કલ્યાણ અને લક્ષ્મણને આશીષ કહેજે. માર્ગમાં તને નિરુપદ્રવપશું થાઓ. હવે તું રામની પાસે સત્વરે જા.” સીતાની શુદ્ધિ અને વ્રત ગ્રહણ સીતા વનમાં ફરતાં હતાં એટલામાં ત્યાંને રાજા વાજંઘ " હાથીઓ પકડવા સૈન્ય સાથે ત્યાં આજે દુઃખી સીતાને વનમાં રખડતાં જે તે તેની પાસે આવ્યો અને નામઠામ પૂછયું સીતાને વૃત્તાંત સાંભળી વાજપે સીતાને પોતાના ઘેર આવવા જણાવ્યું સીતાએ એને ભાઈ તરીકે ગણુને તેની સાથે પુંડરિક પુરી ગઈ. 1 શક્તિ માં ય માતાને
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy