SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ બહુરૂના વિદ્યા વડે રાવણે અનેક રૂપે। વિક્ર્યાં. ભૂમિ ઉપર, આકાશમાં, પૃષ્ઠ ભાગ, અગ્ર ભાગે અને બન્ને પડખે વિવિધ પ્રકારના આયુધાને વર્ષાવતા અનેક રાવણા લક્ષ્મણના જોવામાં આવ્યા. લક્ષ્મણ એકલા હૈાવા છતાં અનેક રાવણેાને બાણા મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના બાણાથી રાવણ અકળાઈ ગયા. એટલે તેણે પ્રતિવાસુદેવનું ચક્ર છેડયું. લક્ષ્મણે તે ચક્ર પેાતાના જમણા હાથમાં ઝીલી લીધું અને રાવણ પર છેડયું. રાવણુ મૃત્યુ પામી ચાથી નરકે ગયા. સીતાના ત્યાગ રાવણના મૃત્યુ પછી રાક્ષસેા ભયભીત થયા અને કાં નાસી જવું તેની ગડમથલમાં પડયા. તેવામાં બિભીષણે તેમને આ પ્રમાણે આશ્વાસન આપ્યું, “ હૈ રાક્ષસવીરા! રામ અને લક્ષ્મણ આઠમા બળદેવ અને વાસુદેવ છે. તેઓ શરણ કરવા ચેાગ્ય છે, માટે નિઃશંક થઈને તેમને શરણે જાઓ.” વિભીષણનાં આવા વચનથી તે રામ લક્ષ્મણને શરણે આવ્યા. બિભીષણને આશ્વાસન હવે બિભીષણે મરણ પામેલા પાતાના બંધુ રાવણને જોઈ શાકના આવેશ વડે મરવાની ઇચ્છાથી પેાતાની છરી ખેંચી. તે, છરીથી પેાતાના ઉદરમાં ધા કરત, પરન્તુ હૈ ભાઈ ! હે ભાઇ ! એમ ઊંચા સ્વરે રૂદન કરતા બિભીષણને રામે એકદમ પકડી લીધે અને કહ્યું, “ તમારે શોક કરવાનું કાંઇ કારણ નથી. તમારા ભાઈ રાવણ પ્રતાપી હતા. તેની સાથે સ ંગ્રામ ખેલવાની હિંમત દેવતાએ પણ કરતા ન હતા. વીરવૃત્તિથી મૃત્યુ પામેલા તમારા બન્ધુ અમર થયા છે. કાઇને મેાડુ તા કાઈને વહેલું મૃત્યુ તા આવેજ છે; માટે ુવે તમે તેનુ ઉત્તર કા સારી રીતે કરશ.” આ પ્રમાણે કહ્રીરામે
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy