SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આપ્યો, “પર સ્ત્રી પર કુદષ્ટિ કરીને તેં તારી નીચતાની જાણ જગતમાં કરી છે. તારી અધમ મનવૃત્તિ જરૂર તારૂં મૃત્યુ લાવશે. એકલા લમણથી જ તારી રક્ષા કરે એ કઈ પુરુષ તારા પરિવારમાં મારા જેવામાં આવતો નથી. તે તેના વડીલ બધુ રામ આગળ તો " કેણુ જ રક્ષા કરશે ?” હનુમાનનાં આવાં વચન સાંભળી રાવણના ક્રોધે માઝા મૂકી. તેણે પોતાના સેવને હનુમાનને ગધેડા પર બેસાડી આખી લંકા નગરીમાં ફેરવવા હુકમ કર્યો. તરતજ હનુમાને નાગપાશ તોડી નાખે અને રાવણના મસ્તક પર રહેલા મુગટને પગની લાત મારી. મુગટના ચુર ચુરા કરી નાખ્યા. એ જોઈ રાવણના અનુચર એને પકડવા દોડયા પણ તેમને સફળતા મળી નહિ. પાદ પ્રહારથી લંકાને ખેદાન મેદાન કરતે હનુમાન આકાશ માગે ઊડ અને રામની પાસે જઈ, ચૂડામણિ આપી. સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યું. રાવણ વધ સીતાના ચોક્કસ સમાચાર આવી જવાથી સુગ્રીવ વગેરે સુભટોથી વીંટાયેલા રામ, લક્ષ્મણ સહિત લંકાનો વિજય કરવા માટે આકાશ માર્ગે ચાલ્યા. ભામંડલ, નલ, નીલ, મહેન્દ્ર, હનુમાન, વિરાધ, સુષેણ, જાંબવાન, અંગદ વગેરે રાજાઓ તેમના પક્ષમાં હતા. રસ્તામાં સમુદ્ર, સેતુ અને સુલ રાજાઓને પરાભવ કરવામાં આવ્યું. બિભીષણની રાવણને સલાહ રામભદ્ર નજીક આવ્યાના ખબર પડતાં જ રાવણે પણ પિતાની સેનાને સાબદી કરવા માંડી તે સમયે બિભીષણે રાવણની પાસે આવી કહ્યું, “બંધુ? શુભ પરિણામવાળાં મારાં વચનને વિચાર કર. પૂર્વે બે લેકને ઘાત કરનારૂ પર સ્ત્રી હરણનું કામ તેં વિચાર્યા વગર કરેલું છે અને તેથી તારું કુળ લજજા પામેલું છે, હવે આ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy