SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ રામ લક્ષ્મણ સુગ્રીવને મદદ કરવા ગયા. રામની સામે જાર સુગ્રીવ લડવા આવ્યું. રામે ધનુષ્પને ટંકાર કરી જાર સુગ્રીવની પ્રતારણે વિદ્યાને નાશ કર્યો એટલે જાર સુગ્રીવ એના અસલ રૂપમાં પ્રગટ થયા. તરત જ રામે તેના પર બાણ ફેકયું એટલે જાર સુગ્રીવનું પ્રાણ પંખેરું ઊડી ગયું. પછી સાચા સુગ્રીવને ગાદી પર બેસાડી રામ પાતાળ લંકામાં પાછા ફર્યા. આ બાજુ રાવણની પાસે ચંદ્રણખા અને સુંદ આવ્યા અને પિતાની વિતક કથા કહી સંભળાવી. રૂદન કરતી પોતાની બહેનને સમજાવીને રાવણે કહ્યું, “તારા પતિ, પુત્રને હણનારને હું ટૂંક સમયમાં મારી નાખીશ.” રાવણે એવો નિયમ લીધું હતું કે “નહિ ઈચ્છતી એવી કાઈ પરસ્ત્રીને હું કદિ પણ ભોગવીશ નહિ એટલે તે સીતાને સમજાવીને તેની સાથે પરણવા માગતું હતું. મંદરીને તેણે સીતાને સમજાવવા મેકલી. પણ સીતાએ મંદોદરીનું માન્યું નહિ. રાવણે પણ સીતાને પોતાની સાથે પરણવા કહ્યું પણ સીતાએ તેને તિરરકાર કર્યો. પછી રાવણે સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી પોતાની સમૃદ્ધિ બતાવી પણ પતિવ્રતા સીતાએ તેના પર નજર પણ નાખી નહિ. નિરાશ થઈ રાવણ સીતાને અશવનમાં મૂકી ગયે. બીજી તરફ રામ સીતાના વિરહથી શેકમાં દિવસે પસાર કરી રહ્યા હતા. સુગ્રીવે રામને મદદ કરવાનું વચન આપ્યું હતું પણ તે ભૂલી ગયા હતા. પણ લક્ષ્મણે જ્યારે તેની ભૂલ માટે ઠપકો આપ્યો ત્યારે તે સત્વર મહાસૈન્ય સાથે રામની પાસે આવ્યું અને સીતાની શોધ માટે સૈન્યના સૈનિકે મેકલ્યા. લક્ષ્મણે ટિશિલા ઉપાડી સીતાહરણની જાણ થતાં ભામંડળ રામને મળે સુગ્રીવને રત્નજી પાસેથી ખબર મળી કે સીતાનું હરણ રાવણે કર્યું છે
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy