SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ એમ ખબર પડી ત્યારે તેના ક્રોધે માઝા મૂકી પણ તેણે રામની સેવા કરવા તેમની સાથે જવાને દઢ સંકલ્પ કર્યો. સુમિત્રા માતાની રજા લઈ તે રામ અને સીતાની પાછળ ગયો. રામ, લક્ષ્મણ અને સીતા નગરની બહાર નીકળ્યા ત્યારે નગરજનો પ્રેમથી તેમની પાછળ દોડવા લાગ્યા અને ફૂર કેકેયીના અત્યંત અપવાદ બોલવા લાગ્યા. રાજા દશરથે પણ અંતઃપુરના પરિવાર સહિત રૂદન કરતા કરતા રામની પાછળ ચાલ્યા. જયારે રામ અને પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અધ્યાપુરી જાણે ઉજજડ હેય એવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓ ને વિનયથી સમજાવીને માંડ માંડ પાછી વાળ્યા. ઘટિત વચનથી પુર જનોને પણ વિસર્જન કરી, રામ, સીતા અને લક્ષ્મણ સહિત આગળ વધ્યા. માર્ગમાં ગામે ગામ અને શહેરે શહેરે, વૃદ્ધ પુરુષો તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે રેકાતા ન હતા. ભરતે રાજય સ્વીકાર્યું નહિ એટલે દરશથે રામ લક્ષમણ ને પાછા લાવવા સામંતો અને મંત્રીઓ મોકલ્યા. પણ રામે સામંતો અને મંત્રીઓને પાછા મોકલ્યા અને પોતે ગંભીરા નામની નદી પાર કરી આગળ ચાલ્યા. સામંતોને પાછા આવેલા જોઈ ભરતને ભારે ખેદ . તે પશ્ચાતાપ કરતી કેકેયી તથા અન્ય અનુચરે સાથે રામને પાછા બોલાવવા ગયો, પણ રામ પાછા આવ્યા જ નહિ. તેમણે કહ્યું, “ ભરત, તારી ભ્રાતૃ ભક્તિ હું સમજું છું પણ લીધેલી પ્રતિજ્ઞા હું તેડું તે આપણા રઘુ કુળની કીતિને કલંક લાગે ” પછી કેકેયીએ રામને મનાવવાનો પ્રયત્ન ર્યો. તેણે કહ્યું, ભરતનું વચન માન્ય કરી તમે પાછા ફરે. આ વિષયમાં તમારા પિતા કે ભારતને દોષ નથી. માટે જ છે. પતિને, પુત્રોને, તેમની માતાઓને અને પ્રજાજનોને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારું
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy