SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સ્વેચ્છાએ ઘણું પરાક્રમ દાખવ્યું. પણ રામે બાણોને વરસાદ વરસાવે એટલે તેઓ ટકી શક્યા નહિ અને તેમને પરાજયથ. રામનું આવું અદ્ભુત પરાક્રમ જોઈ જનકે પોતાની પુત્રી સીતા તેને આપી. લગ્ન પછી રામ મિથિલામાં જ થોડા દિવસ રહ્યા. સીતાનાં રૂપનાં વખાણ સાંભળી નારદ અંતઃપુરમાં આવ્યો પણ સીતા નરિદને ઓળખતી ન હોવાથી તેમજ નારદનું વિચિત્ર સ્વરૂપ જોઈ ભય પામી. સીતાની દાસીઓએ નારદને પકડયા. નારદ માંડમાંડ તેમના હાથમાંથી છૂટ્યા. નારદને આથી ઘણું લાગી આવ્યું. તે ભામંડળને મળ્યા ને સીતાની છબી બતાવી ભાખંડળને તેની પ્રત્યે અનુરાગી બનાવ્યું. ભામંડળના પિતા ચંદ્રગતિને આ વાતની ખબર પડી. ભામંડળની ઈચ્છા સીતા સાથે પરણવાની જાણું ચંદ્રગતિએ જનકરાજાને પિતાને ત્યાં બોલાવ્યા અને સીતાનુ લગ્ન ભામંડળ સાથે કરવાનું કહ્યું. જનકે કહ્યું કે સીતા તો મેં રામને આપી છે પણ ચન્દ્રગતિએ માન્યુ નહિ તેણે કહ્યું, “હે જનક જોકે તે સીતાનું હરણ કરવા સમર્થ છું પણ નેહવૃદ્ધિ કરવા માટે જ તમને અહીં બોલાવીને મેં તેની યાચના કરી છે. જો કે તમે તમારી પુત્રી રામ માટે કલ્પી છે. તથાપિ તે રામ જે અમારો પરાજય કરશે તો તે તેને પરણી શકશે, માટે દુસહ તેજવાળા વાવત અને અવાવર્ત નામે બે દેવી ઘનુષ્ય તમે લઈ જાવ. જો તે બે ધનુષ્યમાંથી એકને પણ રામ ચઢાવશે તો તેનાથી અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તે તમારી પુત્રી સીતાને સુખે પરણે. જનકરાજા મિથિલા આવ્યા. નિયત દિવસે પેલા બે ધનુષ્ય રાજસભામાં લાવવામાં આવ્યા ભામંડળ પણ એના સામતો સાથે મિથિલા આવ્યું. રામે તે ધનુષ્યની દોરીને ઘણી જ આસાનીથી કાન
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy