SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સે યોજન હતું. દુલપુરને જીતવા રાવણે બિભીષણ અને કુંભકર્ણને મોકલ્યા પણ જ્યારે તેમને સફળતા સાંપડી નહિ ત્યારે રાવણ જાતે ગયો અને આશાળી વિદ્યા શિખી નલકુબેરને હરાવ્યો. રથનુપુરના રાજા ઈન્દ્રની હાર નલકુબેરને હરાવ્યા પછી રાવણને રથનુપુરના રાજા ઈન્દ્ર સાથે યુદ્ધ કરવાની ફરજ પડી યુદ્ધને ટાળવા રાવણે ઇન્દ્રને ઘણું સમજાવ્યું પણ ઇન્દ્ર રાવણની સલાહ માની નહિ તેથી અન્તીમ ઉપાય તરીકે રાવણે વિગ્રહ જાહેર કર્યો. રાવણના લશ્કરની સામે ઇન્દ્ર પણ એક પ્રચંડ સેના લઈ આવ્યો. રાવણને વિચાર આવ્યો કે જો આ બન્ને લશ્કરે સામસામા લડશે તે ઘણુંજ માનવ ખુવારી થશે. એવી હિંસા ઉચિત નથી. આથી એણે ઈન્દ્રને કહેરાવ્યું કે આપણે બે જ યુદ્ધ કરીએ કંક યુદ્ધમાં જે જીતે તેજ વિજયી થયે ગણાશે લશ્કરે લડાવી હિંસા શા માટે કરવી ? ઈ રાવણની દરખાસ્તને સ્વીકાર કર્યો. ઢંઢ યુદ્ધમાં રાવણે ઈન્દ્રને પરાભવ કરી એને કેદ કરી લીધો અને લંકા લાગે. પણ ઇન્દ્રના પિતા સહસ્ત્રારની વિનંતીથી રાવણે તેને મુકત કર્યો. ઇન્દ્ર પિતાના નગરમાં પાછો ફર્યો. થોડા સમય પછી પોતાના પુત્ર દત્તવીર્યને રાજય સોંપી ઈન્ડે દીક્ષા લીધી. પવન જયને અંજના સાથે વિવાહ મહિન્દ્રપુરના રાજા મહેન્દ્રને અંજના સુંદરી નામની એક સ્વરૂપવાન પુત્રી હતી અંજનાના લગ્ન માટે બે જણનાં નામ બોલાતાં હતાં એક પ્રહલાદ રાજાના પુત્ર પવનંજયનું અને બીજું હિરણ્યાભના પુત્ર વિધુત્રભનુ પરંતુ જોષીએ મહેન્દ્ર રાજાને એમ જણાવ્યું હતુ કે વિધુત્રભનું આયુષ્ય ટુંકે છે આથી મહેન્દ્રરાજાએ અંજનાને
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy