SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વાસુદેવનુ' નરકગમન ખલદેવની મુકિત લાંબા સમય રાજયનું પાલન કરી, પુસિંહ વાસુદેવ મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયા. વાસુદેવના મૃત્યુ પછી બલભદ્રે પ્રીતિ ધર મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ઘાતી કર્મોના ક્ષય થવાથી ખળભદ્ર મુનિને કેવળજ્ઞાન થયું. અંતે અણુશણ કરી મુનિ મેક્ષપદ. પામ્યા. તૃતીય શ્રી મધવા ચક્રવર્તી ચરિત્ર પૂર્વભવ નરપતિ રાજા આ ભરતક્ષેત્રમાં મહીમડળ નામે નગરમાં, શ્રી વાસુપુજય સ્વામીના તીથ વિષે નરપતિ નામે રાજા હતા. એ ઉત્તમરાજા અનાથ જનાના નાથ હતા અને ન્યાય આપવામાં હંમેશા સાવધાન હતા. તે કદિ એક પુષ્પથી પણ કાઈ જનને મારતા ન હતા.. કેવળ નવીન પુષ્પની જેમ યત્ન વડે સર્વનું પાલન કરતા હતા.. એ વિવેકી રાજા પગના આભૂષણની પેઠે અથ તથા કામને અને મુગટની પેઠે ધર્મ ને ધારણ કરતા. અનુત્તર સુખને આપનારા અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને દયામયી ધનુ` મ`ત્રાક્ષરની પેઠે તે ધ્યાન. ધરતા હતા. એકદા નરપતિ રાજાએ રાજ્યને રાગની જેમ ત્યજી દઇ વિશ્વને અભય આપનારી દીક્ષા અંગીકાર કરી. દેવ ચિર કાળ વ્રત પાળી, પ્રાંતે કાળધ પામી એ મહાત્મા મધ્યમ ત્રૈવેયકમાં દેવતા થયા.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy