SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ એક વખત અનંતનાથ પ્રભુ દ્વારિકાના પરિસરમાં સમવસર્યા. દેએ સમવસરણની રચના કરી. પૂર્વારથી પ્રવેશ કરી, પ્રભુ તીર્થને નમસકાર કરી, સિંહાસન પર બેઠા. પુરૂષોત્તમ વાસુદેવ, પ્રભુ સમવસર્યાના સમાચાર સાંભળી મોટાભાઈ બલદેવ સાથે, સમવસરણમાં આવે અને પ્રભુને વંદન કરી ઈન્દ્રની પાછળ બેઠે. પછી ઈન્દ્ર, વાસુદેવે અને બલભદ્દે ઊભા થઈ ભગવન્તની સ્તુતિ કરી. સ્તુતિ બાદ પ્રભુએ દેશના આરંભી. દેશના સાંભળી કેટલાકે દીક્ષા અંગીકાર કરી અને કેટલાકે શ્રાવકેના વ્રત લીધાં. પુરૂષોત્તમ વાસુદેવે સમક્તિ સ્વીકાર્યું અને બલભદ્ર શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પિરિસીપૂર્ણ થયા પછી મુખ્ય ગણધરે પાદ પીઠ ઉપર બેસી દેશના દીધી. અને બીજી પરિસી પૂર્ણ થતાં દેશના પૂર્ણ થઈ. ઈન્દ્ર, વાસુદેવ, બલદેવ વગેરે સ્વસ્થાને ગયા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી લગભગ સાડા સાત લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી, પિતાને મેક્ષ કાળ નજીક જાણું અનંતનાથ પ્રભુ સમેત શિખર પધાર્યા અને એક હજાર સાધુઓ સાથે અણસણ વ્રત ગ્રહણ કર્યું. એક માસને અને ચિત્ર સુદ પાંચમે, પુષ્ય નક્ષત્રમાં, પ્રભુ એક હજાર મુનિઓ સાથે મોક્ષ પદ પામ્યાં. ઈદ્રોએ પ્રભુના તેમજ મુનિઓના દેહને અગ્નિ સંસ્કાર કર્યો અને નંદીશ્વર દ્વિીપ જઈ નિવણત્સવ કરી, વસ્થાને ગયા. અનંતનાથ પ્રભુને પરિવાર વર્ષો સુધી વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર – ગણધર ૫૦ પચાસ સાધુ ६६,००० છાસઠ હજાર સાવી ૬૨,૦૦૦ બાસઠ હજાર
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy