SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નામે નગરી હતી ત્યાં મહાપદમ નામને રાજા રાજ્ય કરતે હતે. આ રાજા ધર્મિષ્ઠ હતા. દરરોજ નવી નવીન કઈને કાંઈ વ્રતને સ્વીકાર કરતે હતો. તેણે શ્રાવકના બાર વ્રત લીધા હતાં. નિર્મળ શ્રાવક ધર્મનું તે રૂડી રીતે પાલન કરતો હતો. વ્યાજથી આજીવિકા ચલાવનાર માણસ જેમ વ્યાજ વગરના પડી રહેલા ધનથી ખેદ પામે તેમ વિરતિ વગર એક મુહુર્ત માત્ર જવાથી રાજા ખેદ પામતે. સંતેષમાં જ નિષ્ઠાવાળો છતાં એ રાજા ધમના કાર્યમાં સંતોષ પામતો નહિ અને બીજાઓ અલ્પધર્મ કરનારા હોય તો પણ પોતાથી અધિક માનતે. સંસારને પાર પામવાની ઈચ્છાથી તેણે જગનંદ ગુરુ પાસે દીક્ષા લીધી અને એકાવળી વગેરે તપ કરી અને અરિહંત ભગવન્તની ભક્તિ - વગેરે કરીને તેણે તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું આયુષ્ય પૂર્ણ કરી મહાપદમ રાજર્ષિ વૈજત નામના વિમાનને વિષે દેવતા થયા. શ્રી સુવિનાથ પ્રભુ (પુષ્પદંત પ્રભુ) - ત્રીજો ભવ શ્યન આ ભરત ક્ષેત્રમાં કોકદી નામે નગરીમાં સુગ્રીવ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને રામ નામે રાણી હતી. દેવકના સુખ અનુભવી, મહાપદ્મ રાજાને જીવ, ફાગણ વદ ને મના દિવસે, મુલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ હતા ત્યારે, રામા માતાની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. રામા માતાએ ચૌદ મહાવપ્ન દીઠાં. દેવોએ વન કલ્યાણકનો મહત્સવ કર્યો. જન્મ પૂર્ણ માસે, માગશર વદ પાંચમના દિવસે, ભૂલ નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતો ત્યારે રામા માતાએ, મગરના લંછનવાળા,
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy