SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ III0KE અવશ્ય વિચારણા યોગ્ય છે. સંસારની અસારતા અને તુચ્છતા તથા છે મોહના વિલાસને જાણવા માટે આ પ્રસંગ કાંઈ નાનોસુનો નથી. જો કે આ પ્રસંગ પામીને ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા - પણ શ્રી શ્રેણિક મહારાજાને સંબોધીને મોહના વિલાસનો ખ્યાલ આપતા પઉમચરિયમાં ફરમાવે છે કે इय पेच्छसु संसारे, सेणिय ! मोहस्स विलसियं एयं। जणणी खायडु मंसं, जत्थ सुट्ठस्स पुत्तस्स ११११॥ હે શ્રેણિક ! આ પ્રમાણે તું સંસારમાં આ મોહના વિલાસને જો, કે જે સંસારમાં સારી રીતે ઈષ્ટ એટલે વ્હાલામાં વ્હાલા એવા પુત્રના માંસને માતા ખાય છે ! સંસારનો આ મોહવિલાસ અવશ્ય વિચારણીય છે. આ ભયંકર સંસારની સ્થિતિ જ એવી છે કે તેમાં મોહમગ્ન આત્માઓ અનેક જાતના સુરૂપો અને કુપો ધરે છે, એક ભવનો સ્નેહી જ્યારે બીજા ભવમાં શત્રુ બને છે ત્યારે શત્રુ, સ્નેહી બને છે, પુત્ર, પિતા થાય છે, માતા, પુત્રી થાય છે અને પુત્રી, માતા થાય છે, પતિ, પત્ની થાય છે અને પત્ની, પતિ થાય છે, રાજા, રંક થાય છે તો રંક, રાજા થાય છે. શેઠ, નોકર થાય છે, તો નોકર, શેઠ થાય છે, અર્થાત્ સૌ, સો કંઈ થાય છે. એ જ કારણે સંસારભાવના'નું સ્વરૂપ દર્શાવતા પરમોપકારી પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે श्रोत्रियः श्वपचः स्वामी, पतिर्बह्मा कृमिश्च सः । संसारनाटके नटवत्, संसारी हन्त ! चेष्टते ॥१॥ न याति कतमां योनि, कतमां वा न मुञ्चति । संसारी कर्मसम्बन्धा-ढवक्रयकुटिभिव ॥२॥ સમસ્તનોdaldhશેડ, નાના વૈઃ સ્વāર્મતઃ ? वालाग्रमपि तन्नास्ति, यन्त्र स्पृष्टं शरीरिभिः ॥३॥ સંસારરૂપ જે નટકર્મ, તેમાં નાટકીઆની જેમ સંસારી આત્મા વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે, એટલે કે જેમ નાટકમાં વિવિધ વર્ણક આદિના યોગે નાટકીઆઓ ભિન્ન-ભિન્ન ભૂમિકાને અંગીકાર કરે છે, તેમ વિવિધ પ્રકારના વિવેકહીમાં સી 8 હિતેષતિ હોય છે..૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy