SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ - સંતા. ભાગ-૨ રામ-લક્ષ્મણો સ્થિર થઈને ઉભા રહે, એથી પાપાત્માઓનો રોષ ઓછો જ ઊતરી જાય ? વૈરવૃત્તિનો પ્રભાવ જ એવો છે કે સામો આત્મા ગમે તેવો સારો હોય અગર તો શાંત થઈને વર્તે, તો પણ વૈરવૃત્તિના સ્વામીની વૈરવૃત્તિ પ્રાય: શમતી નથી. એવી જ દશા પ્રાય: બહુલકર્મી આત્માની પણ હોય છે, પણ આ સ્થળે એવા આત્માનો પ્રસંગ નથી, કારણકે આ સ્થળે તો વૈરવૃત્તિથી જ ધમધમતો આત્મા છે, એટલે વૈરવૃત્તિથી ધમ-ધમતી તે વાઘણને વધુ રોષ સુકોશલ ઉપર હોવાથી પ્રથમ તે વાઘણ વીજળીની જેમ સુકોશલ નામના રાજર્ષિ મહામુનિ ઉપર તુટી પડી અને દૂરથી દોડી-દોડીને પ્રહાર દ્વારા તેણે તે મહામુનિને પૃથ્વી ઉપર પાડી નાંખ્યા. ત્યાર પછી ધર્મધ્યાન મગ્ન મહર્ષિ ઉપર ગુજારેલા જુલમનું વર્ણન કરતાં લખ્યું છે કે चटच्चटिति तच्चर्म, दारं हारं नखांकुशैः । पापा सापाढतृप्ताभ, वारीव मरुपांथिका ॥ भोटयित्वा नोटयित्वा, घटत् टिति सा रदैः । जनसे मांसमपि हि, वालुकमिव रंकिका । दंतयंत्रातिथीचक्रे, कर्कशा कीकसान्यपि। कटत्कटिति, कुर्वन्ती, सेसूमिव मतंगजी ॥ પાપિણી એવી તે વાઘણે પોતાના નખરૂપી અંકુશો વડે તે મહામુનિના ચર્મને ‘ચટ-ચટ’ એવા શબ્દ થાય તે રીતે ફાડી-ફાડીને મારવાડ દેશની મુસાફર સ્ત્રી જેમ તૃષાર્તપણે પાણી પીએ, તેમ અતૃપ્ત એવી તે, મહામુનિના લોહીને પીવા લાગી અને ગરીબ સ્ત્રી જેમ વાલુંક નામની કોઈ તુચ્છ વસ્તુ વિશેષ ખાય, તેમ તે દાંતોથી તત’ એ પ્રમાણે તોડી-તોડીને મહામુનિના માંસને ખાવા લાગી, તેમજ હાથીણી જેમ શેરડીને પીલી નાખે તેમ કઠોર અને ‘કટછે ક’ એ પ્રમાણે કરતી તે, તે મહામુનિના હાડકાને વ્રતરૂપ યંત્રના અતિથિ કરવા 3 લાગી -- અર્થાત્ ચાવવા લાગી. ભાગ્યવાનો ! વિચારો કે રોષવશ આત્માઓની દશા કેવી હોય \ છે ? પૂર્વાવસ્થાની માતા પોતાના જ પુત્રને આવી દશામાં જોવાથી હું આનંદ પામવાને બદલે વિપરીત વિચારણાના યોગે આવી ભયંકર છે અને નિર્ઘણ દશાને પામે છે, એ વાત કલ્યાણના અર્થી આત્માઓએ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy