SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તન્હા ાહ પસાય, મોહાળનહીવિણ સરીરઘરે નિવ્રમમાસ મહં, હત્થાનનું વવાહિş' ‘પોતાનું ઘર સળગવા માંડે ત્યારે પિતા ઉતાવળ કરીને અને પોતાના પુત્રોનું હિત ચિંતવીને પુત્ર આદિને ગ્રહણ કરીને ચાલ્યો જાય છે. જ્યારે હે નાથ ! આપ તો મોહરૂપી અગ્નિથી સળગી રહેલા જીવલોકરૂપ ઘરમાં મને મૂકીને નીકળી ગયા. એ રીતે કરવું એ લોકમાં કોઈપણ રીતે ઉચિત ન ગણાય. એ કારણથી હે નાથ ! આપ કૃપા કરો અને મોહરૂપ અગ્નિથી શરીરરૂપ ઘર સળગી હે રહ્યું છે, એ કારણે નીકળતા એવા મને આપ હસ્તાવલંબન આપો.' પોતાના વિવેકી પુત્રની આવી ચિત્તવૃત્તિ જોઈને શ્રી કીર્તિધર રાજર્ષિએ પણ તેના હૃદયોલ્લાસને ઉત્તેજન મળે તેવા શબ્દોમાં કહ્યું કે ‘“હોટ મવિન્થ તુહં ઘન્ને” “ધર્મને વિશે તને અવિઘ્ન હો." ભાગ્યવાનો ! વિચારો કે સુવિવેકી આત્માઓની વિવેકશીલતા કેટલી અને કેવી વિશિષ્ટ હોય છે ? પરમ વિવેકવતી ધાવમાતા પણ પોતાના તુચ્છ સ્વાર્થનો વિચાર હિતકર વસ્તુ જણાવવાની આડે નથી આવવા દેતી. શ્રી સુકોશલ મહારાજા પણ વાસ્તવિક હિતનો માર્ગ કયો છે ? એમ જાણ્યા પછી અન્ય તુચ્છ વિચારો કરવામાં કે પૌદ્ગલિક પંચાત કરવામાં એક ક્ષણ ગુમાવતા નથી અને રાજર્ષિ કીર્તિધર નામના મુનિપુંગવ પણ ઉલ્લાસભેર આવી પહોંચેલા પોતાના પુત્રને બીજું કશું જ આડું-અવળું કહ્યા કે પૂછ્યા વિના માત્ર એક જ આશીર્વાદ આપે છે કે “ધર્મને વિષે તને અવિઘ્ન હો !” ધ્યાન રાખજો કે શ્રી સુકોશલ મહારાજા કાંઈ એકલાવા ન હતા પણ એક મોટા રાજવી હતા, તેની માતા તો ધર્મમાં વિઘ્ન કરનારી હતી જ અને તે પુણ્યાત્માની પત્ની પણ ગર્ભવતી હતી. આ પ્રમાણે છતાં પણ રાજર્ષિ શ્રી કીર્તિધર નામના મુનિપુંગવ એ બધી વાતોના સંબંધમાં કશું જ પૂછતા નથી કે કહેતા નથી, એ જ સૂચવે છે કે એકાંત કલ્યાણકર માર્ગે જવાની આડે આવતી કોઈ પણ વસ્તુ શ્રી જૈનશાસનમાં કિંમતી ગણાતી નથી.” માટે એનો વિચાર કરવો વ્યર્થ છે, એ જ કારણે પાછળથી ગર્ભવતી એવી પણ પોતાની પત્ની પરિવારની સાથે આવી પહોંચી, તે છતાં પણ નહિ મૂંઝાતા સુકોશલ મહારાજા ગર્ભસ્થ પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરીને તરત જ પિતા DOD વિવેકીસ્નેહીમાં સાચી ૬૫ હિષતા હોય છે...૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy