SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રિઅમ-લક્ષ્મણને હોય છે, એની દશા કેવી અને કેટલી ઉત્તમ હોય છે ? કારણકે વિવેકી સ્નેહીમાં સાચી હિતૈષીતા હોય છે અને તેનામાં જેટલો સ્નેહ હોય તેટલો પણ સાચો જ હોય છે, પણ કૃત્રિમ, બનાવટી કે સ્વાર્થી જ નથી હોતો, એ જ કારણે પરમ સ્નેહવતી ગણાતી પણ સહદેવી પત્નીએ પુત્ર ઉપરના સ્નેહ ખાતર મહાવ્રતધારી અને માસક્ષમણના પારણે પોતાના નગરમાં ભિક્ષાર્થે ફરતા પોતાના જ પતિ મુનિને પોતાના નગરમાંથી નોકરો દ્વારા અક્ષમ્ય રીતે કાઢી મૂકાવ્યા. જ્યારે સાચો સ્નેહ ધરાવતી શ્રી સુકોશલ મહારાજાની ધાવમાતા હતી તે કૃપાળુ હદયવાળી હોઈ, પોતાના સ્વામી શ્રી કીર્તિધર મહારાજાના ગુણનું સ્મરણ કરતી રોવા લાગી. પોતાની ધાવમાતાને રોતી જોઈને હું જ્યારે શ્રી સુકોશલ મહારાજાએ પોતાની ધાવમાતાને રોવાનું કારણ પૂછ્યું ત્યારે હિતૈષીહૃદયને ધરનારી તે વસંતલતા નામની ધાવમાતાએ રોવાનું કારણ કહેવા સાથે, બીજી અનેક જરૂરી અને હિત કરનારી વાતો કહીને શ્રી સુકોશલ મહારાજાના હિત માટે જે-જે કહેવું જરૂરી હતુ તે સઘળુંય પોતાના તુચ્છ સ્વાર્થનો વિચાર કર્યા વિના સ્પષ્ટસ્પષ્ટ અક્ષરોમાં સુણાવી દીધું. સાચો અને વિવેકી સ્નેહી તે જ કહેવાય છે કે જે પોતાના સ્વાર્થ માટે સત્ય વાતને સમજાવતા આંચકો ન ખાય, એ જ કારણે પરમઉપકારી શ્રી સિદ્ધગિણીજી પણ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા' નામના એક અનુપમ કથા ગ્રંથમાં ફરમાવે છે કે, "घोरसंसार कान्तार - चारनि:सारकाम्यया । प्रवर्तमानं जैनेन्द्रे, धर्मे जीवं जगद्धिते ॥१॥ मनसा वचसा सम्यक, क्रियया च कृतोद्यमः । प्रोत्साहयति यस्तस्य, स बन्धुः स्नेहनिर्भरः ॥२॥ अलीकस्नेहमोहेन, यस्तु तं वारयेज्जनः । त तस्याहितकारित्वात्, परमार्थेन वैरिकः ।।३॥" ભયંકર સંસારમાંથી નીકળવાની કામનાએ જગહિતકારી શ્રી હું જિનેન્દ્રોએ ફરમાવેલા ધર્મમાં પ્રવૃત્તિ કરતા જીવને જે મનથી, વચનથી અને ઈસમ્યક્ ક્રિયાથી ઉદ્યમશીલ થઈને પ્રોત્સાહન આપે છે, તે તેનો ગાઢ સ્નેહથી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy