SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કાળજી ઉત્પન્ન કરવા માટે આવા, એટલે કે શ્રી કીર્તિધર અને શ્રી છે સુકોશલ જેવા મહામુનિવરોના દષ્ટાંતો કલ્યાણના અથી હાર, આત્માઓમાં વૈરાગ્યરંગની રેલમછેલ કરી શકે છે. એવા ઉત્તમ મુનિવરનાં દૃષ્ટાંતો ઉપરથી જોઈ શકાય છે કે તે આ પુણ્યાત્માઓ સિંહની જેમ નીકળતા અને સિંહની જેમ મુનિપણાનું પાલન કરતા. એવા મુનિપણાના પાલન માટે ગુરુનિશ્રા સાથે પરીષહોના સહવાની અને બારે પ્રકારના તપના પરિશીલનની અતિશય આવશ્યકતા છે. ગુરુનિશ્રામાં નહિ રહી શકનારા, પરીષહોથી ભાગતા ફરનારા અને તપ તપવાથી કાયર બનનારા આત્માઓએ આવા મહામુનિઓને પોતાના આદર્શરૂપ બનાવવા જોઈએ, એમ કરીને પોતાના જીવનને ગુરુનિશ્રાથી નિયંત્રિત બનાવવું જોઈએ અને જીવનને ગુરુનિશ્રામાં નિયંત્રિત બનાવીને ભગવાન્ શ્રી ઉમાસ્વાતિજી વાચકના - "मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्या: परीषहाः" (તત્વાર્થ સૂત્ર) સમ્યગદર્શનાદિ જ મોક્ષમાર્ગ, તેનાથી પોતાનો આત્મા ચલિત ન થાય એ કારણે અને કર્મોની નિર્જરાને અર્થે પરીષહો સારી રીતે સહન કરવા યોગ્ય છે. આ સૂત્રને નિરંતર દૃષ્ટિપથમાં રાખીને પરીષહોને પ્રસન્નતાપૂર્વક સહન કરવા જોઈએ અને કર્મનિર્જરા અર્થે જ છે અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા બારે પ્રકારના તપને તપવામાં રક્ત થઈ છે. જવું જોઈએ એમ કરવામાં જ આત્માનો સાચો નિર્મમભાવ કેળવાશે . અને એના જ પરિણામે જ જાતનો નિષ્કષાય ભાવ આત્માને થવો ૫૭ જોઈએ તે અનાયાસે થશે. સહદેવી દુર્ગાનમાં મરીને વાઘણ બને છે Sિ શ્રી કીર્તિધર અને શ્રી સુકોશલ નામના પિતાપુત્ર મહામુનિઓ, એ અનંતજ્ઞાનીઓએ પ્રથમ નંબરે ઉપદેશેલી ગુરુનિશ્રામાં રહીને, સદાય સહન કરવા યોગ્ય પરીષહોને સહન કરીને, અવશ્ય આચરણીય, તપશ્ચરણને આચરીને, અને પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેની નિર્મમતા-નિષ્કષાયતા કેળવીને, નિર્મમ અને નિષ્કષાય બન્યા અને સાથે જ પૃથ્વીતલને પાવન કરતા જ વિહરવા લાગ્યા. જાણે અમ્ય અને ? ચારનો વારસો જ હશે ?.૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy