SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સત.. ભાગ-૨ V રામ-લક્ષમણને ખરેખર, આવા પ્રસંગે એ વાત જાહેર કરી દેવી ઘણી જ જરૂરી છે કે, જેઓ આજે પોતાની જાતને સર્વમાન્ય બનાવવાના મોહમાં પડીને શાસ્ત્રદષ્ટિએ જેઓનું મુખ જોવું કે નામ દેવું એ પણ પાપરૂપ જ છે, તેવાઓને વાત-વાતમાં આગળ લાવવા મથે છે, અગર તેવાઓનો પણ ખોટો બચાવ કરવામાં ડહાપણ અને હોંશિયારી સમજે છે, તથા તેવાઓને શાસનના હિત ખાતર તેમના સ્વરૂપમાં ખુલ્લા પાડનાર પુણ્યપુરુષોને કજીયાખોર અગર તો અશાંતિપ્રિય કે અશાંતિના ઉત્પાદક તરીકે ઓળખાવવામાં મગરૂરી સમજે છે, તેઓ પોતાની જાતને પ્રભુશાસનમાં સર્વમાન્ય તો નથી જ કરી શકતા, પણ ઉલટી પ્રભુશાસનથી બહાર જ કાઢી દે છે. વધુમાં તેવાઓને આપણે એ પણ સંભળાવી જ દેવું જોઈએ કે જાતની પ્રભાવનાને ભૂલ્યા વિના તમે કદી જ શાસનની પ્રભાવના કરી શકવાના નથી ! શાસનની પ્રભાવનાના નામે જાતની પ્રભાવનામાં મચી પડવું, એ પ્રભુશાસન પ્રત્યેની ભયંકરમાં ભયંકર અને ન માફ કરી શકાય તેવી નિમકહરામી છે ! શાસનના પ્રતાપે મેળવેલી મોટાઈ અને ડામવાનો ઉપયોગ જાતની પ્રભાવનામાં કરવો, એના જેવી ભયંકર નફટાઈ બીજી એક પણ નથી. જે શાસનનાં યોગે ઉંચું સ્થાન મેળવ્યું હોય, તે શાસનના દ્રોહીઓને-એ-દ્રોહીઓ તરફથી પોતાની જાતને જ માન-પાન આદિ મળે એ કારણે પંપાળવા કે પોષવા એ પણ પ્રભુશાસનનો ભયંકરમાં ભયંકર દ્રોહ કરવા જેવું છે. અને પ્રભુશાસનના મર્મને અમે જાણનારા છીએ, એવો દાવો કરવા છતાં ઉઘાડી રીતે સાચા અને ખોટા તરીકે ઓળખાઈ શકે તેવા પક્ષોની વચ્ચે પણ મધ્યસ્થ અને તટસ્થ હોવાનો દંભ કે આડંબર કરવો, એ ભદ્રિક જનતાના ધર્મધનને લૂંટાવી હર દેવાની નિંદનીય પ્રવૃત્તિ આદરી વિશ્વાસઘાતનું ભયંકર પાપ આચરવા જેવું છે. આ કથન તેવાઓને કડવું લાગશે કે મીઠું લાગશે, એનો હું વિચાર આપણે કરવાનો નથી, કારણ કે ઉપકાર બુદ્ધિથી કડવું પણ - હિતકર કહી દેવાની પરમપુરુષોની આપણને આજ્ઞા છે અને ગમે તેવું
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy