SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સુકોશલનો પ્રશ્ન અને ધાવમાતાનો ઉત્તર જી. પોતાની ધાવમાતાને ખૂબ-ખૂબ રૂદન કરતી જોઈને બાળ () એવા શ્રી સુકોશલ રાજાએ પણ પોતાની ધાવમાતાને પ્રશ્ન ક્ય “á» રોઢિહિ ?” તું કેમ રૂદન કરે છે?" આ પ્રશ્નનો ઉત્તર આપતાં તેણે શોકથી ગદ્ગદ્ બની ગયેલા શબ્દો દ્વારા કહેવા માંડયું કે, राज्ये त्वां बालकं न्यस्य, तव कीर्तिधरः पिता । प्रावाजीत् सोऽद्य भिक्षार्थ, प्राविक्षदिह पत्तने । तदर्शनातवाप्टाद्य, व्रतवाहणशंकटमा । નિર્વાસિત સ તે મામ, ટુરિનનેન રોઢિમિ કે “હે વત્સ ! તારા પિતા શ્રી કીર્તિધર મહારાજાએ બાળક એવા તને રાજ્ય ઉપર સ્થાપન કરીને ધક્ષા અંગીકાર કરી હતી, તે રાજર્ષિએ આજે ભિક્ષા માટે આ પત્તામાં પ્રવેશ કર્યો હતો. તે મહર્ષિના દર્શનથી તું પણ કાચ આજે વ્રતને ગ્રહણ કરી લે એવી શંકાથી તારી માતાએ તે મહાત્માને નગરની બહાર કાઢી મૂકાવ્યા, એ દુઃખના યોગે હું રૂદન કરું છું.' ધાવમાતાના આ કથનથી સુકોશલ રાજા તો સ્તબ્ધ જ બની ? ગયા. તે પુણ્યાત્માને પોતાની માતાનું આ ઘણું જ હદયદ્રાવક છે નિવડ્યું, માતાના એ ત્યે સુકોશલ રાજાના હદયમાં સંસારની જ ભયંકરતાનું આબાદ ચિત્ર ખડું કરી દીધું, એના યોગે જે સંસાર એમને જેવો ભાસવો જોઈએ તેવો અસુંદર નહોતો ભાસ્યો, તે અત્યારે કારમો ભાસવા લાગ્યો. આ બનાવના શ્રવણ પછી તે પુણ્યાત્માને એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું એ ભયંકર લાગવા માંડ્યું. પોતાની માતાના આ ભયંકર ત્યથી એકદમ વિરક્ત બનેલા સુકોશલ રાજાને મન એક ક્ષણ પણ આ સંસારમાં કાઢવી એ કારમી લાગવા માંડ. તે પુણ્યાત્માને એ જ વિચાર આવવા લાગ્યો કે સંસારનો સ્વાર્થ અને તુચ્છ લાલસાઓનો લોભ, એ ખરેખર, ભયંકર છે અને કારમો જ છે. X જાણે સમ્યક્ત્વ અને ૨ ચરિત્રનો વારસો જ હશે. ૨.૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy