SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સતત૮. ભાગ-૨ .રામ-લક્ષમણને પતિ, ‘મને પુત્ર થયો' એમ જાણશે કે તરત જ મારો, મારા પુત્રનો, આ સઘળી રાજઋદ્ધિ આદિનો પરિત્યાગ કરીને દીક્ષિત થશે. આથી તેણે પોતાના પતિને પોતાનું અને પરનું આત્મહિત કરનારી પ્રવૃત્તિ કરતાં અટકાવવાના ઈરાદાથી જ પોતાના તે પુત્રને ઉત્પન્ન થતાની સાથે જ છુપાવી દીધો. એટલે, ત્રિા નામમાં ઘીન, પતિનેં પ્રવ્રષ્યિતિ ? सहदेवीति बुद्धया तं, जातमात्रमगोपयत् ।। “આ બાળક ઉત્પન્ન થયો જાણીને મારા પતિ પ્રવજ્યા દક્ષા અંગીકાર કરશે. આ પ્રમાણેની બુદ્ધિથી સહદેવી રાણીએ પોતાના તે બાળકને ઉત્પન્ન થતાંની સાથે જ છૂપાવી ઘધો." વૈરાગ્યરંગથી રંગિત થયેલા અને એકાંતે સ્વ-પરનું જેમાં કલ્યાણ સમાયેલું છે, એવી ઉમદામાં ઉમદા પ્રવૃત્તિરૂપ જે પારમેશ્વરી પ્રવ્રજ્યા તેના સ્વીકાર માટે તલસી રહેલા પતિને આ રીતે અટકાવવાની પ્રવૃત્તિ, એ ઘણી જ ભયંકર પાપ પ્રવૃત્તિ છે. એવી પાપપ્રવૃત્તિથી પરનું અહિત તો થશે ત્યારે થશે, પણ પોતાનું અહિત તો નિયમાં સમાયેલું છે એમ આવા આત્માઓને કોણ સમજાવે ? અને કદાચ સમજાવવા કોઈ પ્રયત્ન કરે તો પણ દુર્ગતિમાં જ જવાને સરજાયેલા આત્માઓ સમજે પણ શાના? પણ જે રીતે પૌગલિક સ્વાર્થમાં જ અંધ બનેલા એ સ્વાર્થની સાધનામાં સજ્જ હોય છે, તે જ રીતે આત્મિક સ્વાર્થની સાધના માટે ઉજમાળ થયેલા આત્માઓ પણ એ સ્વાર્થની સાધના માટે પૂરેપૂરા ઉદ્યમશીલ હોય છે. એ જ કારણે સહદેવીએ એ રીતે સુકોશલકુમારને છુપાવ્યો હતો, તે છતાં પણ विवेद मेदिनीनाथस्तं गुप्तमपि बालकम् । प्राप्तोदयं हि तरणिं, तिरोधातुं क इश्वरः ।। છે તે ગુપ્ત એવા પણ બાળકને શ્રી કીર્તિધર મહારાજાએ જાણી લીધો, કારણકે ઉદય પામેલા સૂર્યને છૂપાવવાને કોણ શક્તિસંપન્ન છે? અર્થાત્ કોઈ જ નથી." એટલે જ પુત્ર જન્મ પામ્યાની ખબર પડતાં જ राजाय स्वार्थकुशलो, राज्ये न्यस्य सुकोशलम् । सूरे विजयसेनस्य, पादान्ते व्रतमाहे ॥ Sિ-IIIBISS)
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy