SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જ સતા. ભાગ-૨ .રામ-લક્ષમણને બને, એ બનાવથી મોહવશ બની ઉકળી ઉઠવાને બદલે જે પિતા, પુત્ર કરતા પોતાને ઉતરતો માની એકદમ જાગૃત થાય અને તરત જ અઢળક રાજઋદ્ધિનો ત્યાગ કરી સંયમધર બને, તેના પિતાના પુત્રનું અંતર આવું અનુપમ હોય જ ને ? એ જ રીતે જે પિતાનો પુત્ર તાજી પરણી લાવેલી સુરસુંદરી જેવી રમણીના સહવાસમાં પણ મુનિદર્શનથી નાચી ઉઠે અને વંદન કર્યા સિવાય આગળ ન જ વધાય એવી પોતાની પવિત્ર ફરજ સમજે તથા તે ફરળે અદા કરવામાં કોઈની પણ હાંસી-મશ્કરીથી ન લેવાઈ જાય, તે પુત્રનો પિતા વિશ્વને, અનુપમ દષ્ટાંત પુરૂ પાડનારો ન હોય, તો કેવા પુત્રનો પિતા તેવો હોય ? એ જ રીતે એવા ધીર પતિની ધર્મપત્ની, એવા વીર નરના સંબંધીઓ અને સાથીઓ તથા એવા ધીર તરોની પંરપરામાં ઉતરી આવતા આત્માઓ પ્રભુશાસનને દીપાવનારા કેમ જ ન હોય ? હવે આવો, આપણે શ્રી પુરંદર રાજાના રાજ્ય ઉપર આવેલા કીર્તિધર રાજાના પ્રસંગ ઉપર. ધ્યાનમાં રાખો કે કીર્તિધર રાજા પણ કોઈ સામાન્ય આત્માની પંરપરામાં ઉતરી આવેલા નથી, તેમજ કોઈ સામાન્ય આત્માના પુત્રરત્ન નથી, પણ શ્રી વજબાહુ જેવા પરમ પુણ્યશાળીના પિતા શ્રી વિજય રાજાની પુણ્ય પરંપરામાં ઉતરી આવેલા છે, અને શ્રી પુરંદર રાજા કે જેઓ મહર્ષિ બન્યા છે, તેઓના પુત્રરત્ન છે, એટલે એવા પુણ્યપુરુષનો આત્મા તો વૈરાગ્યવાસિત હોય જ એમાં શંકાને અવકાશ જ નથી અને છે પણ તેમ જ. अथ कीर्तिधरो राजा - भुक्त वैषयिकं सुखम् । सहदेव्या समं पत्ल्या, पौलोम्येव पुरंदरः ॥ प्रविवाजिषुरन्येद्युः, स मंत्रिभिरभण्यत । (R) તવાનુuપુમન્ચ, જ વ્રતાનમર્તલિ ૨૦ શ્રી કીર્તિધર રાજા. ઈંદ્ર જેમ ઈંદ્રાણીની સાથે વૈષયિક સુખનો ઉપભોગ કરે, તેમ પોતાની પત્ની સહદેવી સાથે વૈષયિક સુખ ભોગવવા લાગ્યા. અને એ રીતે ભોગો ભોગવવા છતાં પણ શ્રી કીર્તિધર રાજા વારસામાંથી વૈરાગ્યને પામેલા હોવાથી એક ઘવસ ધક્ષાની Edy * *
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy