SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ભાગ-૨ તે વખતે શ્રી ઉદયસુંદર પણ વિચારે છે કે બેન જાય, બનેવી જાય, ત્યારે મારાથી કેમ જ રહેવાય ? સાથેના પચીસ રાજકુમારો પણ વિચારે છે કે આપણાથી પણ કેમ જ પાછા જવાય ? ધ્યાનમાં રાખજો કે સાથેના યુવાન રાજપુત્રો પરમ ૐ ભાગ્યશાળી હોવાથી, આજના ઉન્મત્ત યુવાનોની જેમ મારામારી કરતા નહોતી જ આવડતી ! આ મુનિ વચ્ચે કયાંથી આવ્યા કે આવી ધમાલ થઈ ! અપમંગલીયા મુનિને અહીં માર્ગમાં ઉભા રહેવાનો હક્ક જ શો ? આવું બોલતાં પણ એ પુણ્યશાળી યુવાનોને નહોતું જ આવડતું, કારણકે યુવાનો સર્વોત્તમ પ્રકારના કુળવાન હતા, વસ્તુસ્વરૂપના સારી રીતે જ્ઞાતા હતા, એટલે તેઓ સઘળાંય પરમતારક મુનિવરની ચરણ સેવામાં ઝુકી પડ્યા. આ આખીયે વસ્તુને પરિમિત શોમાં રજુ કરતાં ફરમાવ્યું છે છ રામ-લક્ષમણને "उदयं प्रतिबोध्यैवं, वज्रबाडुरुपाययौ । સાવાર મુળરાનાં, મહર્ષિ ગુણસાગરમ્ રાજ तत्पाढते वज्रबाहुः परिव्रज्यामुपाढढे । યો મનોરમા ઘ, મારા: iવિશતિ : ૨ શ્રી વજુબાહુ શ્રી ઉદયસુંદરને આ પ્રમાણે પ્રતિબોધ પમાડીને ગુણરત્નોના સાગરસમાં ગુણસાગર નામના મહર્ષિ પાસે ગયા અને તે ગુરુની પાસે શ્રી વજબાહુએ દીક્ષા અંગીકાર કરી અને તે જ વખતે શ્રી ઉદયસુંદર, શ્રીમતી મનોરમાએ અને સાથેના પચીસ કુમારોએ પણ તે જ મહિષની પાસે દીક્ષા અંગીકાર કરી.” ભાગ્યશાળીઓ ! વિચારો કે આ કેવો યોગ ! કેવી ભાવના ! કેવી મનોદશા ! કેવી મશ્કરી ! મશ્કરીનું કેવું પરિણામ! કેવી વૈરાગ્યની સ્થિરતા! કેવો સુંદર સદુપદેશ ! કેવી ધર્મપત્ની ! કેવો સાળો ! અને કેવા સાથીઓ ! આ સઘળું જ વિચારણીય છે. માટે ખૂબ-ખૂબ વિચારજો ! આવા પુણ્યશાળીઓના જીવનનો વિચાર કરવો એ પણ કલ્યાણકારી છે. 6
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy