SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરોથી શક્ય, નથી તો યક્ષોથી શક્ય નથી તો રાક્ષસોથી શક્ય, નથી તો છે નાગકુમારોથી શક્ય, કે નથી તો મનુષ્યોથી શક્ય : અર્થાત્ ત્રણેય લોક ભેગા 0 થાય તો પણ ધ્યાનમાં સ્થિર રહેલા પ્રભુને ચલાયમાન કરવા એ શક્ય નથી."* આ પ્રકારની સ્તવના સાંભળીને સુધર્મા ઇંદ્રનો એક સામાજિક સંગમ નામનો દેવ કે જે અભવ્ય હતો તે ભગવાન્ શ્રી મહાવીરદેવ જેવાની ઈંદ્ર મહારાજા જેવાએ કરેલી પ્રશંસાને પણ ન સહી શક્યો અને એ કારણે કોપાણ થઈને તે પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવા માટે એકદમ જયાં ભગવાન હતા ત્યાં આવ્યો અને એક રાત્રિમાં તેણે ભગવાન ઉપર વીસ ઘોર ઉપસર્ગો કર્યા. તેમાંના એક ઉપસર્ગમાં તે સુરાધમે ભગવાનના પિતા સિદ્ધાર્થમહારાજા અને માતા ત્રિશલાદેવીને તેમનું રૂપ વિકુવને તે રૂપ દ્વારા દીનસ્વરે વિલાપપૂર્વક કહેવરાવ્યું કે किमेतद्भवता तात! प्रक्रान्तमतिदुष्करम् । प्रव्रज्यां मुञ्च मास्माकं, प्रार्थनामवजीगणः ॥ वृद्धावशरणावावा, त्यक्तवानन्दिवर्धनः । त्रायस्वेति स्वरैर्दीन-दीनै =लपतां च तौ ।। “હે વત્સ ! તે અતિ દુષ્કર એવું આ શું આરંભ્ય છે? દીક્ષાને તું મૂકી દે ! અમારી પ્રાર્થનાની અવગણના તું ન કર ! વૃદ્ધ અને અશરણ એવા અમારો નંદીવર્ધને ત્યાગ કર્યો છે માટે તું અમારું રક્ષણ કર !" આ પ્રમાણે તે માતાપિતા હીન-ઘનસ્વરે વિલાપ કરવા લાગ્યા. આ પ્રમાણે વિલાપ કરવા છતાં પણ ભગવાન્ એક લેશ પણ ચલિત થયા નથી પણ પોતાના ધ્યાનમાં સ્થિર જ રહ્યાા છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે શુદ્ધ પ્રતિજ્ઞાની સામે માતાપિતાના વિલાપની પણ કિંમત ગણવામાં નથી આવતી. આવાઆવા અનુપમ પ્રસંગો એ તો શ્રી જિનેશ્વરદેવોના જીવનમાંથી અનેક મળી શકે છે અને પરમતારકોનું શાસન તો એવા પ્રસંગોથી જ ઉભરાતું હોય છે એટલે એ શાસનને પામેલા આત્માઓ શુધ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈ પણ તુચ્છ વસ્તુને ઉભી ન રહેવા દે ! ઉત્તમ કુળનો અનયમ મહિમત....૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy