SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સિત.... ભાગ-૨ રામ-લ૯મણને નીકળેલા શ્રી રામચંદ્રજી, રાજ્યનો સ્વીકાર કોઈ પણ રીતે નહિ કરે. અને મારી આ પ્રવૃત્તિથી પિતાજીને અવશ્ય દુ:ખ થશે.' આવા પ્રકારની વિચારશીલતાના પરિણામે શ્રી લક્ષ્મણજીનો ક્રોધાવેશ પોતાની અનિષ્ટતાનું પ્રદર્શન કરે તે પહેલાં જ શમી ગયો અને એ આવેશના પ્રતાપે આવનારું અનિષ્ટ પરિણામ વગર પ્રયાસે અટકી ગયું. ખરે જ મહાપુરુષોની વિચારશીલતા જ એવી સુંદર હોય છે કે સદાય તેમને પ્રાય: અનિષ્ટ પરિણામના ઉત્પાદક નથી બનવા દેતી. વિચારશીલતા એ એવી વસ્તુ છે કે કલ્યાણના કામીએ એને એક ક્ષણ પણ દૂર ન રાખવી જોઈએ. જેઓ વિચારશીલતાને દૂર રાખે છે તેઓ કલ્યાણથી સદાય દૂર જ હોય છે. પણ મહાપુરુષોની વિચારશીલતા મહાપુરુષોથી કદી જ દૂર રહેતી નથી. એ વિચારશીલતાના પ્રતાપે જ શ્રી લક્ષ્મણજી એકદમ શાંત થઈ ગયા અને જે નિશ્ચય કરવો તેઓ માટે આવશ્યક હતો તે તેઓએ કરી લીધો. અને તે નિશ્ચય એ જ કે, ‘હું ધારું તે કદી જ બની શકવાનું નથી. માટે પિતાજીને દુઃખ ન થાઓ અને શ્રી ભરત રાજા પણ ભલે થાઓ. આ સમયે મારી ફરજ એ છે કે વડીલ બંધુની સેવા માટે મારે તેમની સાથે જ વનવાસ જ ભોગવવો. એ ફરજને અદા કરવા માટે હું તો હવે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વિના એકદમ પદાતિની જેમ પૂજ્ય શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ.' કુળને ત્યાગ-ધર્મથી સુવાસિત બનાવો ઉત્તમ કુળોની આ ઉત્તમતા છે ત્યાગ ધર્મની છાયાના પ્રતાપે જ આવા વિરલ પ્રસંગો બને છે. શ્રી લક્ષ્મણજીમાં પણ એ છાયા હતી. આ કેવું કુળ ? તમારાં કુળો આવાં થાય તો ? મારા આ પ્રશ્નથી ગભરાશો નહિ કે બધા સાધુ થાય તો શું થાય ? કારણકે બધા સાધુ થાય એ બને જ નહિ. આજે ઘણા અજ્ઞાનીઓને એ ગભરામણ થાય છે કે બધા સાધુ થાય તો શું થાય ? પણ ગભરામણ ખોટી છે. છતાંય ચોમાસાની વનરાજી જોઈ જ્વાસો સુકાય, કારણ કે એ એનો સ્વભાવ છે. એ જ રીતે બનાવટી હું ઉપકારના નામે ગામની ચિંતા રાખનારા ઘણા છે એમને એ ગભરામણ થઈ છે કે આવા ત્યાગનો ઉપદેશ બધા દે અને બધા સાધુ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy