SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 2200000 આ સંવાદ ઘણો જ વિચારણીય છે. દીક્ષાની વાત જ્યાં સુધી જી કુતૂહલરૂપે ચાલતી હતી, ત્યાં સુધી મોહમગ્ન શ્રી ઉદયસુંદરે આનંદ હતી અનુભવ્યો, પણ જ્યારે એ કુતૂહલની વાતને વાસ્તવિક રીતે સત્યરૂપે છે પરિણમતી જોઈ, ત્યારે મોહમગ્ન શ્રી ઉદયસુંદર મોહના પ્રતાપે કેન્દ્રો મુંઝાઈ જાય છે ? આ ખાસ વિચારવા યોગ્ય છે. ખરેખર જ મોહનો પ્રતાપ કોઈ અજબ જ હોય છે. એ મોહના જ પ્રતાપે આખું ગત મુંઝાઈ ગયેલું છે. મોહના “મહું મમ્' “હું અને મારૂં' આ મંત્રમાં મુંઝાયેલી દુનિયા ખરેખર, અવસરે પીછેહઠ કર્યા વિના રહેતી જ નથી. આ વસ્તુનો અનુભવ આપણને આ શ્રી ઉદયસુંદરે કરાવ્યો. પણ મોહના વિજ્ય માટે “નાટું- મમ' હું નહિ અને મારું નહિ.' આ મંત્રના જાપને જ કરનારા ગમે તેવા મોહક પ્રસંગની સામે પણ કેવી રીતે ધીર રહી શકે છે અને પોતાની ધીરતા દ્વારા પોતાના નિશ્ચયમાં દઢ રહેવા સાથે સામેના આત્માઓ પણ જો યોગ્ય હોય તો તેઓને પણ પોતાના સાથી કેવી રીતે બનાવે છે, એ વગેરે જોવા છે માટે શ્રી વજબાહુ, શ્રી ઉદયસુંદરે કરેલી દલીલોના પ્રતિકાર સાથે cop કેવો ઉપદેશ આપે છે તે અને તેનું પરિણામ કેવું સુંદર આવે છે, તે 2 ખાસ સમજવું અને જાણવું જરૂરી છે. પુણ્યશાળી શ્રીવાજબાહુનો સુંદર સદુપદેશ આ પ્રકારે બોલતા અને મોહથી મુંઝાઈ ગયેલા પોતાના સાળાને શાંત કરવા અને વસ્તુસ્વરૂપનો સત્ય ખ્યાલ આપવા માટે પરમ વિરાગી શ્રી વજબાહુ, સુંદર સદુપદેશ આપતા હોય તેમ કહેવા લાગ્યા કે, સુન્દરં મર્યાદ્ધિો , ને ચારિત્રનલમ્ ” મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ચારિત્રલક્ષણ સુંદર ફળ છે, એટલે કે આ મનુષ્યભવરૂપી વૃક્ષનું સુંદરમાં સુંદર કોઈ ફળ હોય તો તે ચારિત્ર જ છે." જૈન કુળમાં જન્મવા છતાં પણ ચારિત્રથી ઉભગી ગયેલાઓએ શ્રી વજબાહુના આ કથનને ખાસ યાદ રાખવા જેવું છે. મનુષ્ય જન્મ ઉત્તમ કુળનો ર અનુયમ મહિમા...૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy