SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્તર મક્લ સામર, ટેઢિ સમર્થંડુગંર” છે હે સ્વામિન્ ! આપ જ્યારે આપના નિશ્ચયમાં મક્કમ જ છો તો આપ હશે મારા પુત્ર ભરતને આ સમસ્ત રાજ્યનું સમર્પણ કરો.' શ્રીમતી કૈકેયીદેવીની માંગણીનો સ્વીકાર કરતાં શ્રી દશરથમહારાજાએ પ્રસન્ન હૃદયે ફરમાવ્યું કે, “ ટૂરિડ દુર દુFI રજાં, ते दिन्नं मए समत्थं गेण्हसु मा चिरावेहि" “હે સુંદરી ! હું તારા પુત્રને સમગ્ર રાજ્ય સમર્પણ કરું છું. માટે તું તે રાજ્યને ગ્રહણ કર અને તે કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કર !” આ પ્રસંગની અનુપમતા વિચારવા યોગ્ય છે. ભાગ્યવાનો ! આ આખોએ પ્રસંગ અનુપમ હોઈ ખૂબ ખૂબ વિચારવા યોગ્ય છે. મોહવશ બનેલ શ્રીમતી કૈકેયીદેવી પણ પોતાની વસ્તુની માંગણી કરતાં કેટલાં કચવાય છે ? એ માંગણીનો સ્વીકાર કરવામાં પણ શ્રી દશરથ મારાજા જેવો અને કેટલો વિવેક જાળવે છે? અને આવી કારમી માંગણીનો એકદમ સ્વીકાર કરવામાં શ્રી દશરથમહારાજા કેટલા નિર્ભય છે? આ બધી જ બાબતો આપણને અનેક શંકાઓના સમાધાનો આપે છે. ૧. શ્રીમતી કૈકેયી મોહને આધીન થાય છે. એ વાત સાચી પણ એમાંય પોતાની કુલીનતાનું દર્શન અવશ્ય કરાવે છે. એ દર્શાવવા સાથે શ્રીમતી કૈકેયીદેવીની માંગણી એ પણ સમજાવે છે કે મોહ એ ઘણો જ ભયંકર છે અને તેની ભયંકરતા ભલભલાને મૂંઝવવાને સમર્થ છે તથા એની ભયંકરતાથી કોઈ વિરલ આત્માઓ જ બચી શકે છે. ૨. બીજી વાત એ છે કે મોહવિકલ બનેલી શ્રીમતી કૈકેયીની સામે પોતાના વૈરાગ્યને શ્રી દશરથમહારાજા અખંડિતપણે જાળવી રાખે છે. શ્રીમતી કૈકેયીની માંગણીના સ્વીકારમાં પોતાની વસ્તુ શ્રી દશરથમહારાજા નથી વિસરતા. 8 આદર્શ પરિવાર 9 આદર્શ વાતો..૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy