SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ " રિામ-લક્ષ્મણને भणड़ तओ नरवसभो, दिवखं मोत्तूण जं पिए भणसि । तं अज्ज तुझा सुंदरि!, सव्वं संपाडइस्सामि ॥१॥ ‘હે પ્રિયે ! દીક્ષાને મૂકીને તું જે કહે તે સર્વ હે સુંદરી ! આજે હું તને સંપાદન કરી આપીશ.' પોતાના પતિદેવના આ નિશ્ચયાત્મક ઉત્તરને સાંભળીને શ્રીમતી કૈકેયીદેવીનું હૃદય ખળભળી ઊઠે છે. પતિના સંયમનો નિશ્ચય દઢ જાણી રોઈ જાય છે અને તે રોતા-જોતા તેણે પોતાના પતિદેવને કહ્યું કે, ढढनेहबंधण चिय, विरागखग्गेण छिन्नं ते ॥१॥ एसा दुद्धरचरिया, उवट्ठा जिणवरेहि सव्वेहिं । dhહું અને તવFai ધિર, ધ્વની સંનને યુદ્ધ સારા सुरवइसमेसु सामिय ।, निययं भोगेसु लालियं देहं । ઘર- સ-daddhસયર, dhહે હસે રહે નેરૂા. હે નાથ ! આપે સ્નેહના મજબૂત બંધનને વૈરાગ્ય રૂપ ખન્ને છેદી નાખ્યું પણ હે નાથ ! સર્વ શ્રી જિનેશ્વરદેવોએ આ દીક્ષાને દુ:ખે કરીને ધરી શકાય એવા ચારિત્રવાળી ઉપદેશી છે. એમાં એક લેશ પણ શંકા નથી, માટે જ હું આપને પ્રશ્ન કરું છું કે આજે જ કેમ આપને સંયમ અંગીકાર કરવાની બુદ્ધિ એકદમ ઉત્પન્ન થઈ છે. વળી તે સ્વામિન્ ! આપનો આ દેહ નિરંતર સુરપતિ સરખા ભોગો દ્વારા લાલનપાલન કરાયેલો છે. આ કારણે આપ તીણ, કઠોર અને કર્કશતર પરિષહોને જીતવા માટે કઈ રીતે યોગ્ય થઈ શકશો? અર્થાત્ આવા સુકોમળ દેહ દ્વારા આપ અતિશય કઠોર અને કઠોરતર એવા પરિષહોને કોઈ પણ રીતે સહી શકશો નહિ.” આટલું-આટલું કહેવા છતાં પણ જ્યારે શ્રી દશરથમહારાજાને પોતાના નિશ્ચયમાં મલ્મ જ જોયા ત્યારે શ્રીમતી કૈકેયીદેવીને લાગ્યું કે હવે મારે મારા સ્વાર્થની માંગણી કર્યા વિના છૂટકો જ નથી. આ એ પ્રમાણે લાગવા છતાં પણ એવી માંગણી કરવી એ શ્રીમતી કૈકેયીદેવીને ઘણું જ દુ:ખકર અને શરમભર્યું લાગતું હતું. પણ મોહ, દુઃખ અને શરમને ધકેલીને એ માંગણી કરવાની ફરજ પાડતો હતો. હું એ જ કારણે શ્રીમતી કૈકેયીદેવીએ ચરણની અંગુલી દ્વારા ભૂમિને ખણતા-ખણતા પોતાના પતિદેવને કહ્યું કે, -
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy