SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સતત... ભગ-૨ જ રિામ-લક્ષમણને જે સમયે વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીનું શાસન સારી રીતે પ્રવર્તી રહ્યાં હતું, તે સમયે વિજય નામના રાજા થયા. એમને હિમચૂલા નામની પ્રાણપ્રિયા ધર્મપત્નીથી શ્રી વજબાહુ અને ( પુરંદર નામના બે પુત્રો થયા.' ૐ એ જ વખતે નાગપુર નામના નગરમાં ઈભવાહન નામના રાજા હતા. તે રાજાને ચૂડામણિ નામની પત્નીથી મનોરમા નામની હુ પત્રી થઈ. પોતાની પુત્રીને આ ઈભવાહન રાજાએ શ્રી વજબાહુ ને આપવાની ઈચ્છા પ્રદર્શિત કરી, તેથી ચંદ્રમાં જેમ રોહિણીને પરણે, તેમ શ્રી વજબાહું નાગપુર નગરમાં જઈને યૌવનને પામેલી મનોરમાને મોટા મહોત્સવથી પરગ્યા. પરણ્યા પછી શ્રી વજબાહુએ જ્યારે પોતાની ધર્મપત્ની મનોરમાને લઈને પોતાના નગર તરફ પ્રયાણ કર્યું, ત્યારે ઉદયસુંદર નામનો મનોરમાનો ભાઈ એટલે શ્રી વજબાહુનો સાળો, ભક્તિપૂર્વક પોતાના બેન અને બનેવીને મૂકવા માટે સાથે ચાલ્યો. માર્ગમાં મુનિદર્શન થાય છે પોતાના નગર તરફ જતા શ્રી વજબાહુએ માર્ગમાં स गच्छन्तरापश्यत्तपस्तेजोभिरीश्वरम् । वसंताद्विस्थमुढया-चलस्थमिव भास्करम् ॥ मोक्षाध्वमीक्षकमिवो-त्पश्यमातापनापरम् । गुणसागरनामानं, तपस्यन्तं महामुनिम् ॥ સૂર્યની જેમ તપરૂપ તેજથી ઝળહળતા, સૂર્ય જેમ ઉદયાચલ પર્વત ઉપર રહે છે, તેમ વસંત નામના પર્વત ઉપર રહેલા, જાણે મોક્ષમાર્ગને જોતા જ ન હોય તેમ ઉંચે જોતા, આતાપના લેવામાં તત્પર અને તપશ્ચર્યા કરતા , , ગુણસાગર નામના મહામુનિને જોયા. * મહામુનિઓના વર્ણનો, ખરેખર જ વિચારમાં ગરકાવ કરી દે તેવા આવે છે. આવા વર્ણનોનો મુનિપણાના અર્થીઓએ ખાસ વિચાર કરવો જોઈએ. આ વિચાર, મુનિપણાના અર્થીઓમાં કોઈ ૯ નવું જ ચૈતન્ય સ્કુરાવશે. મુતિપણાના સ્વીકાર માત્રથી .
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy