SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 'ઉત્તમકુળનો અનુપમ મહીમા ભૂમિકા આ શ્રી ત્રિષષ્ઠિશલાક પુરુષ ચરિત્રમાં “શ્રી રામચન્દ્રજી અને શ્રી લક્ષ્મણજીની ઉત્પત્તિ પરિણયન અને વનગમન" નામના ચોથા સર્ગની શરુઆતમાં સુંદરમાં સુંદર પ્રસંગ શ્રી વજબાહુ અને શ્રી ઉદયસુંદરનો આવે છે. એ ભૂમિકાને વર્ણવવા કલિકાલસર્વજ્ઞ છે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ ફરમાવે છે કે, “જે ૯con અરસામાં રાવણ આદિ મહારાજાઓ પોતાના રાજ્યશાસનને # ખીલવી રહ્યા છે, તે જ અરસામાં મિથિલા નગરીમાં અને હરિવંશમાં વાસવકેતુ નામનો રાજા હતો, તે રાજાને વિપુલા નામની પ્રિયા હતી. વાસવકેતુ રાજા ને વિપુલા નામની પત્નીથી થયેલો જ્ઞક નામનો પુત્ર સંપૂર્ણ લક્ષ્મીવાળો, પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને પ્રજાને માટે પિતા સમાન એવો રાજા થયો. શ્રી વજબાહુ શ્રી ઉદયસુંદર એજ સમયમાં અયોધ્યા નામની નગરીમાં આ અવસર્પિણીકાળના પ્રથમતીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામી પછી ઈક્વાકુ વંશમાં અંતર્ગત આદિત્યવંશ-સૂર્યવંશમાં અસંખ્યાતા રાજાઓ થઈ ગયા. એ અસંખ્યાત રાજાઓ પૈકીના કેટલાંક રાજાઓ મોક્ષપદે પધાર્યા અને કેટલાક રાજાઓ સ્વર્ગગતિને પામ્યા. ઉત્તમ કુળનો અાયમ મહિમ.૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy