SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 2-0)) * રિમ-લઢમણને છે તેને તે જ નગરના પ્રકાશસિંહ નામના રાજાનો પુત્ર કુંડલમંડિત જુએ છે, જેમ કંડલમંડિત નામના રાજપુત્રે અતિસુંદરીને જોઈ તેવી જ રીતે રાજપુત્રીએ તે રાજપુત્રને જોયો. જોતાંની સાથે જ તે બેને જે પરસ્પર અનુરાગ ઉત્પન્ન થઈ ગયો. એ અનુરાગના પ્રતાપે પિંગલે હરીને આણેલી તે રાજપુત્રીનું કુંડલમંડિત નામના રાજપુત્રે અપહરણ કર્યું અને પિતાના ભયથી તે રાજપુત્ર દુર્ગદેશમાં પલ્લી બનાવીને રહો. અનુરાગને વશ બનેલી અતિસુંદરી તો પોતાની ખાતર દુર્દશાને ભોગવતા પિંગલને તજીને પોતાના પ્રેમપાત્ર કુંડલામંડિત નામના ૧૮) રાજપુત્ર સાથે આનંદ ભોગવે છે. ત્યારે પિંગલ અતિસુંદરીના વિરહથી ઉન્મત્ત બનીને પૃથિવી ઉપર પરિભ્રમણ કરે છે. | વિચારો કે કામદેવનું સામ્રાજ્ય પ્રાણીઓ ઉપર કેવું ચાલે છે? જે કામદેવના પ્રતાપે પુરોહિતનો પુત્ર કુલમર્યાદા આદિ ભૂલીને જે રાજપુત્રીને ઉપાડી જાય છે અને કારમી દુર્દશા ભોગવે છે તે જ રાજપુત્રી વળી નવાની સાથે અનુરાગવાળી બને છે. તેની ઉપરના અનુરાગને યોગે રાજપુત્ર પણ કુલમર્યાદા તજે છે અને પિતા આદિનો પણ પરિત્યાગ કરીને લૂંટારો બને છે. અન્યની ઉપર અનુરાગવતી બનેલી અતિસુંદરી આનંદનો ઉપભોગ કરી રહી છે, ત્યારે તેની ઉપરના પ્રેમને લઈને પિંગલ ઉન્મત્ત બને છે. આ સંસારમાં પ્રાય: આવી જ રીતનું કામદેવનું સામ્રાજ્ય પ્રવર્તી રહેલું છે. ભાગ્યે જ કોઈ એની અસરથી મુક્ત રહી શકે છે. એની અસરથી મુક્ત બનવા માટે જ ધર્મસામ્રાજ્યને સ્વીકારવાની જરૂર છે. ધર્મના સામ્રાજ્યને નહીં પામેલો એ જ કારણે કારમી રીતે . કામદેવને આધીન થઈને ઉન્મત્ત બનેલો પિંગલ પૃથ્વી ઉપર ભટકી રહો છે. ઉન્મત્ત બનીને પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતા તેણે એક દિવસ ધર્મસામ્રાજ્યના સમ્રાટુ તરીકે પૃથ્વી ઉપર વિચરતાં શ્રી આર્યગુપ્ત નામના એક આચાર્ય મહારાજાને જોયા. એ ઉપકારી આચાર્ય મહારાજાએ એવા ઉન્મત્તને પણ ધર્મનું શ્રવણ કરાવ્યું. ઉન્મત્ત બનેલો પિંગલ પણ એ ધર્મનું શ્રવણ કરીને સ્વસ્થ બન્યો. : 00 DID
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy