SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ # જિનવંશશશ્નમથિતં, તામ્રાજ્યfમવાનઘF ? स ढधावाहतं धर्म, सर्वदाप्यप्रमहरः ॥ રાજ્યને ધરનારા અને ક્ષીરકઠ એટલે દુધ પિતા એવા પણ શ્રી દશરથ રાજા ક્રમે ક્રમે પરાક્રમ કરીને જ વયથી વધવા લાગ્યા. પુણ્યશાલી આત્માઓને પરાક્રમની શોધ માટે નથી જ નીકળવું પડતું. પરાક્રમની શોધ માટે તેઓએ જ નીકળવું પડે છે જેઓ પાપ કરીને આવ્યા હોય છે. વિક્રમે કરીને જ વયથી વૃદ્ધિ પામેલા શ્રી દશરથ મહારાજા નક્ષત્રોમાં જેમ ચંદ્રમા શોભે, ગ્રહોમાં જેમ સૂર્ય શોભે અને પર્વતોમાં જેમ સુમેરૂ શોભે તેમ રાજાઓમાં શોભવા લાગ્યા. આવા નામાંકિત શ્રી દશરથ મહારાજા જેવા સ્વામીની હયાતિમાં, તેમના સ્વામિપણાની સુરમ્ય છાયામાં રહેતા લોકને પરચક્ર આદિથી સંભવિત ઉપદ્રવ આકાશ-પુષ્પની જેમ અદૃષ્ટપૂર્વજ હતો. અર્થાત્ શ્રી દશરથ મહારાજાની શાસન કરાતી રાજધાનીમાં વસતા લોકોને આકાશ પુષ્પનું દર્શન જેટલું અશક્ય હતું. તેટલું જ અશક્ય પરચક્ર આદિથી ઉત્પન્ન થતા ઉપદ્રવોનું દર્શન હતું. આકાશપુષ્પની હયાતિ વિશ્વમાં નથી હોતી તેમ પરચક્ર આદિથી ઉત્પન્ન થતો ઉપદ્રવ શ્રી દશરથ મહારાજાની રાજધાનીમાં ન હતો. એટલે શ્રી દશરથ મહારાજાની રાજધાનીમાં વસતી પ્રજા નિરુપદ્રવપણે પોતાનું ઈષ્ટ સાધી શકતી હતી. તેમજ વિશ્વમાં મઘાંગ આદિ દશ પ્રકારના કલ્પવૃક્ષો છે, જ્યારે શ્રી દશરથ મહારાજા અગીયારમાં કલ્પવૃક્ષ હતા. કારણકે તે ઉદાર હૃદયી મહારાજા અર્થીઓને ધન અને આભરણ આદિ ઇચ્છા મુજબ અર્પણ કરતા હતા. અર્થાત્ કલ્પવૃક્ષોની પાસે અર્થી જેમ માંગ્યું મેળવી શકતા હતા. તેમ શ્રી દશરથ મહારાજાની પાસે પણ અર્થીઓ માંગ્યું મેળવી શકતા હતા. વિશેષમાં શ્રી દશરથ મહારાજાને જેમ સામ્રાજ્ય પોતાના વંશની પરંપરાથી જ પ્રાપ્ત થયું હતું તેમ ઘેષરહિત શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ પણ પોતાના વંશની પરંપરાથી પ્રાપ્ત થયો હતો પોતાની વંશપરંપરાથી પ્રાપ્ત થયેલ સામ્રાજ્યને જેમ તેઓ અપ્રમત્તપણે ધારણ કરતા હતા તેમ પોતાની વંશપરંપરાથી પ્રાપ્ત થયેલ અને શેષરહિત એવા અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મને પણ અપ્રમોમાં શિરોમણી એવા તે શ્રી દશરથ મહારાજા સઘય ધારણ કરતા હતા. આ વર્ણન ઉપરથી સહજમાં સમજી શકાશે કે શ્રી દશરથ મહારાજા રાજ્ય અને ધર્મ એ ઉભયનું પાલન સારામાં સારી રીતે કરતા. રાજ્યસુખમાં મગ્ન બનીને શ્રી દશરથ મહારાજા પોતાની ફરજને સહજ પણ ચૂક્યા ન હતા. એ જ આ વર્ણનનો ધ્વનિ છે. રાજ્યસુખના ઉપભોગમાં પડીને રાજાઓ પોતાના ધર્મને અને પ્રજા પ્રત્યેના ધર્મને મોટેભાગે વિસરી જાય છે. તેવું શ્રી દશરથ મહારાજાએ પોતાના પૂર્વજોની નીતિરીતિને અનુસરીને બનવા દીધું ન હતું. શ્રાવકન મદય મનોરથ..
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy