SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સીત.... ભાગ-૨ अनरण्योडगमन्मोक्ष - मधानंतरथो मुनिः । तप्यमानस्तपस्तीव्रं, विजहार वसुंधराम् ॥ “શ્રી અનરણ્ય નામના રાજર્ષિ મહામુનિ મોક્ષે પધાર્યા અને તીવ્ર તપશ્ચર્યાને તપતાં અનંતરથ નામના મહામુનિ પૃથ્વી ઉપર વિહરવા લાગ્યા.” આ ઉપરથી સમજી શકાશે કે પિતામુનિ એટલે શ્રી ૧૪૦ અનરણ્ય નામના રાજર્ષિ મહામુનિ શ્રમણધર્મની ઉત્કટ આરાધના કરીને આયુ:ક્ષયે સિદ્ધિપદે સિધાવી ગયા અને પુત્રમુનિ એટલે શ્રી અનંતરથ નામના મહામુનિ પોતે રાજપુત્ર છે માટે તપશ્ચર્યા વગેરે કેમ થઈ શકે એવી જાતના વિચારને વશ થયા વિના ઉત્કટ આરાધનાના રસિયા બનીને ઘોર તપશ્ચર્યાને તપવાપૂર્વક ઉગ્ર વિહાર કરવા લાગ્યાં. ........રામ-લક્ષ્મણને જીવનચર્યામાંથી આપણને મળી શકે છે. ીક્ષિત થયા પછી એ પિતામુનિએ શું કર્યું અને પુત્રમુનિ શું કરે છે, એવુ વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે : _30_ અનુપમ રાજ્યદશા કેવી હોય ? માત્ર એક માસની ઉંમરથી મહારાજા બનેલા દશરથ, રાજ્યનું પાલન સુંદરમાં સુંદર રીતે કરવા સાથે ધર્મની આરાધના પણ અપ્રમત્તપણે કરતા. મહારાજા શ્રી દશરથ કેવી રીતે વૃદ્ધિ પામ્યા. કેવા નામાંકિત બન્યા, કેવા પ્રજાપાલક થયા, કેવા પ્રજાપ્રિય નિવડ્યા અને કેવા ધર્મના ધારક થયા એ બધાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે, રાખ્યનૃત્શીરોડ, રાના શથઃ પુનઃ । वयसा विक्रमेणेव, वृद्धिमासादयत् क्रमात् ॥ राजा राजसु सोऽराजद् - द्विजराज इवोडुषु । ग्रहेष्विव ग्रहराजः, सुमेरु पर्वतेष्विव ॥ तत्र स्वामिनि लोकस्य, परचक्रादि संभवः । अदृष्टपूर्व एवासीत रवपुष्पवदुपद्रवः स वित्ताभरणादीनि यथेच्छं दददर्थिनाम् । લ્પદ્રુમાળાં માંના - હિનાને હૃશોડવત્ ܐܐ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy