SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા... ભાગ-૨ ૧૨૦ ........રામ-લમણને 138300 પરમોપકારી, નિ:સ્પૃહ એવા તે મહામુનિના આ પ્રકારનાં કથનથી સોદાસનો સુંદરમાં સુંદર હૃદયપલટો થયો અને એના પરિણામે તે सोदासोऽपि तं धर्म माकर्ण्यचकितोऽभवत् । प्रसन्नहृदयो भूत्वा, श्रावकः परमोऽभवत् ॥ સોદાસ પણ તે મહામુનિએ ફરમાવેલા ધર્મને સાંભળીને ચકિત થઈ ગયો. ચકિત થઈ ગયેલો તે પ્રસન્ન હૃદયવાળો થઈને પરમશ્રાવક બની ગયો. યોગ્ય અને અયોગ્યની ઓળખ ખરેખર, અધર્મ માર્ગે ચઢી ગયેલા એવા પણ યોગ્ય આત્માઓની આ વિશ્વમાં બલિહારી જ છે. યોગ્ય આત્માઓ કર્મની પરવશતા આદિના કારણે ઉન્માર્ગે ચઢી ગયા હોવા છતાં પણ ઉત્તમ સહવાસની સુંદર અસર તેવા આત્માઓ ઉપર થયા વિના રહેતી જ નથી. યોગ્ય આત્માઓ ઉત્તમ આત્માઓના યોગનો ઉચિત લાભ લીધા વિના રહી શકતા જ નથી. ઉત્તમ આત્માઓના કટુ કથન પણ યોગ્ય આત્માઓને મધુર તરીકે જ પરિણમે છે. ઉત્તમ આત્માઓના હિતકર કથનને વિપરીત રૂપે ગ્રહણ કરવા જેવું હૃદય જ ઉત્તમ આત્માઓ પાસે નથી હોતું. મહાપુરુષોનું કટુ કથન હિતને માટે જ હોય છે એવો યોગ્ય આત્માઓનો સ્વાભાવિક નિર્ણય હોય છે. ન જો એમ ન હોય તો વિચારો કે, “મારાથી મારા હૃદયને ઇષ્ટ એવું માંસ નહિ છોડી શકાય, એટલે કે હૃદયને ઇષ્ટ એવું એક માંસ હું નહિ છોડી શકું.” આ પ્રમાણે કહેનાર સોદાસને પરમોપકારી મુનિપુંગવે શું-શું કટુ અને હૃદયવેધક નથી કહ્યું ? ”તું માંસ ખાય છે એ માટે અજ્ઞાન છે અને જેમ તિમિંગલી નરકમાં ગયો તેમ તું સંસારમાં પડશે.” આ પ્રમાણે સ્પષ્ટ-સ્પષ્ટ કહેવા સાથે ‘માંસભોજી આત્માઓ ગીધ જેવા છે, કુતરા જેવા છે, શિયાળ જેવા છે, મૂઢમતિ છે, ગુરુપાપકર્મી છે, બહુલસંસારી છે, હિંસક છે, દુર્ગતિગામી છે, નરકગામી છે અને ભયંકરમાં ભયંકર દુ:ખોનો અધિકારી છે. આવા મર્મને પણ વિંધી નાખે તેવા શબ્દો શું સોદાસને તે મહામુનિએ નથી સંભળાવ્યા ? એવા-એવા કટુ અને હૃદયને વિંધી નાખે તેવા શબ્દોને
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy