SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ --) પોતાના વડીલબંધુ શ્રી પુંડરીક મહારાજાએ દીક્ષાની દર્શાવેલી દુષ્કરતાનો પ્રતિકાર કરી મક્કમતાપૂર્વક દીક્ષાની અનુજ્ઞા માંગતા શ્રી કંડરીકે જવાબમાં જણાવ્યું કે कंडरीकोऽलपत् वलीब - नराणां दुष्करं व्रतम् । परलोकार्थिनां धीर-पुंसां तन्नैव दुष्करम् ॥ “દીક્ષા એ દુષ્કર વસ્તુ છે. એ વાત સાચી પણ તે તામર્દકાયર માટે દુષ્કર છે. પરલોકના અર્થી એવા ધીર પુરુષો માટે તે દુષ્કર નથી જ, તે કારણથી આપ મને વ્રતની એટલે કે દીક્ષા લેવાની ૧૦૭ અનુજ્ઞા આપો.' કંડરીકનો મક્કમતાથી દીક્ષા સ્વીકાર પોતાના લઘુબંધુની પૂરેપૂરી મક્કમતા જોઈને શ્રી પુંડરીક મહારાજાએ મુસીબતે પણ દીક્ષા લેવાની અનુજ્ઞા આપી. અનુજ્ઞા પામીને શ્રી કંડરીકે ઉત્તમ ઉત્સવપૂર્વક દીક્ષાનો સ્વીકાર કર્યો. અને પછી દીક્ષાનો સ્વીકાર કર્યા પછી તે પુણ્યાત્માએ અગીયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું અને દુષ્કર તપને આચરવા માંડ્યો. તપસ્વી મુનિવરો પ્રાય: અન્ત-પ્રાન્ત આહારને જ લેનારા હોય છે. કારણકે એ પણ મહાતપ છે. એટલે ઉગ્રતપણે કરતા શ્રી કંડરીક મહર્ષિ પણ અન્ત- પ્રાન્ત આહારનો જ સ્વીકાર કરતા અને અન્ય પણ આકરી કસોટીઓમાંથી પોતાનું જીવન પસાર કરતા. એ બધા નિમિત્તોને પામીને તે મહર્ષિના શરીરમાં અતિ દુઃખે કરીને સહી શકાય તેવા દાહજવર આદિ રોગો ઉત્પન્ન થયા અનાચારોથી જેમ યશ મલિન થાય, તેમ પીડામય રોગોના પ્રતાપે તે મહર્ષિનું શરીર, દિવસનો ચંદ્ર જેમ વિવર્ણતાને ભજે છે તેમ તનુતાને ભજવા લાગ્યું. ? અર્થાત્ પીડાકારી રોગોના પ્રતાપે તે મહર્ષિનું શરીર એકદમ ક્ષીણ થઈ (RT 8 ગયું. અતિ દુઃસહ રોગોથી ક્ષીણ થઈ ગયેલા શ્રી કંડરીકની સાથે તે જ સ્થવિર મહર્ષિઓ પણ હજારો વર્ષો બાદ એક દિવસે તે નગરીમાં પધાર્યા. મહર્ષિ બનેલા પોતાના લઘુબંધુ શ્રી કંડરીકની સાથે તે જ Wવીર મહર્ષિઓ પોતાની નગરીમાં પધાર્યા છે, એમ સાંભળીને શ્રી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy