SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (CILLI તરફથી અનુજ્ઞા પામેલો હું દીક્ષા લેવાનો ઉત્સાહ ધરાવું છું. કારણકે આ છે વિશ્વમાં એવો મૂર્ખ કોણ હોય કે જે પ્રમાદથી ચિંતામણી રત્ન જેવા મનુષ્ય R 4 જન્મને હારી જાય ?" ભાગ્યશાળીઓ ! વિચારો કે સદ્ગુરુ પાસેથી શ્રીજિનેશ્વરદેવના વચનને પામેલા આત્માઓની મનોદશા કેવી ઘડાઈ જાય છે? દુનિયામાં અમૃતની ઉત્પત્તિ સાગરમાંથી મનાય છે. તેમ શ્રી જિનવચનની પ્રાપ્તિ ભવ્યજીવોને સદ્ગુરુઓ પાસેથી જ થાય છે. અમૃત જેમ આરોગ્યનું કારણ મનાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવોનું વચન વૈરાગ્યનું કારણ મનાય છે. શ્રીજિનેશ્વરદેવના વચનને પામીને વૈરાગ્યયુક્ત બનેલો આત્મા, મનુષ્યભવને ચિંતામણિરત્ન સમાન સમજે છે. તેથી તેને પ્રમાદમાં વિતાવી દેવો એમાં એ મૂર્ખતા માનનારો હોય છે. આ ઉપરથી જેઓ ધર્મગુરુપદના સ્થાને હોવા છતાં પણ જગતના જીવોને શ્રી જિનેશ્વરદેવના વચનરૂપ અમૃતનું ઘન દેવાને બદલે અજ્ઞાન આત્માઓને વચનવિષનું દાન કરે છે, તેઓએ કાં તો તેમ કરતા અટકવું જોઈએ અગર તો સ્વ-પર ઉભયના શ્રેય માટે પણ તેવા પરમતારક ગુરુપદનો વિના વિલંબે અને વિના સંકોચે ત્યાગ કરી દેવો જોઈએ. એવી જ રીતે પરમ વીતરાગી શ્રીજિનેશ્વરદેવોના વચનને પામેલા આત્માઓએ પણ શ્રીજિતવચનરૂપ અમૃતના યોગે પોતાના આત્મામાં અનાદિકાળથી ભરાઈ ગયેલા રાગ- દ્વેષરૂપ રોગનો નાશ કરી વૈરાગ્યરૂપ આરોગ્યને મેળવવા સતત પ્રયત્નો કરવા જોઈએ અને અમૂલ્ય માનવજીવનરૂપ ચિંતામણિરત્નને પ્રમાદમાં પડી ગુમાવી દેવા જેવી કારમી મૂર્ખાઈ કરતાં અવશ્ય અટકી જવું જોઈએ. પ્રમાદ એ આત્માનો મોટામાં મોટો શત્રુ છે. મધુર રસોના સ્વાદની ઈચ્છા એ પણ પ્રમાદ જ છે. પ્રમાદની પરવશતાથી ? ચિંતામણી રત્નને ગુમાવી દેનારા આત્માઓ કરતાં વિષયકષાયાદિ પ્રમાદને આધીન થઈને ચિંતામણીથી પણ કંઈ ગણા કિંમતી મનુષ્યભવને ગુમાવી દેનારા આત્માઓ ઘણા જ ભયંકર છે, કારણકે રે ! રસ 8 તાર ..૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy