SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ દુર જૈન રામાયણ ૧૦૮ અને રજોહરણની ખાણ અપ્રશસ્ત કષાયોથી બચ્યા વિના આત્માની મુક્તિ કદીપણ થવાની જ નથી. આવી રીતનો ભયંકર પ્રલાપ કરતા અને આવેશમાં આવેલા રાવણે વગર વિચાર્યું એ પ્રમાણે બોલી નાંખ્યું અને એ પ્રમાણે કહીને સ્વર્ગથી પડેલા વજની માફક પૃથ્વીને ફાડી નાખીને રાવણ શ્રી અષ્ટાપદગિરિના તળીએ પેઠા અને ભુજાબળથી મોદ્ધા બનેલા તે રાવણે એકીસાથે હજારે વિદ્યાઓનું સ્મરણ કરીને, દુર્ધર એવા તે શ્રી અષ્ટાપદગિરિને ઉપાડ્યો. ભાગ્યશાળી ! વિચારો કે “આવેશ એ કેવી ભયંકર વસ્તુ છે, કે | જેના યોગે શ્રી રાવણ જેવા પરમપુણ્યશાળી પણ ભૂલી જાય છે કે આ એક પવિત્ર ગિરિ છે, એ તીર્થથી મંડિત છે તથા આ એક મોટા મુનિવર છે. બીજું ‘આ પહાડને ઉપાડવાથી વિના કારણે અનેક નિરપરાધી પ્રાણીઓનો ગજબ સંહાર થઈ જશે.' એ પણ આવેશની આધીનતાથી શ્રી રાવણ ન વિચારી શક્યા અને એવો ભયંકર ઉત્પાત મચાવ્યો કે જેના યોગે અનેક પ્રાણીઓનાં જીવન બરબાદ થઈ ગયાં. રાવણે જ્યારે તે અષ્ટાપદ ગિરિવરને ઉપાડ્યો, ત્યારે તે પહાડ ઉપર રહેલા વ્યંતરો પણ તે વખતે તે પહાડ ઉપર થતાં ‘તડતડ' એવા નિર્દોષથી ત્રાસ પામ્યા ‘ઝલઝલ' એવા શબ્દથી ચપલ થયેલા સાગરથી રસાતલ પુરાવા લાગ્યું ખડખડ’ શબ્દ ધસી પડતા પથ્થરોથી વનના હસ્તિઓ સુષ્ણ થઈ ગયા અને પર્વતના નિતંબ ઉપર રહેલા વનનાં વૃક્ષો ‘કડ કડ' શબ્દથી ભાંગી પડ્યાં. વાલીમંતિની ઉપયોગપૂર્વકની વિચારણા અને ફરજનો ખ્યાલ આ બનાવને અવધિજ્ઞાનથી જાણીને અનેક લબ્ધિઓરૂપી 5 નદીઓ માટે મહાસાગર સમા અને વિશુદ્ધ બુદ્ધિવાળા તે શ્રી વાલી મહામુનિ વિચારવા લાગ્યા કે 2:dwયં મથ, મસૂર્યા-મદ્યાવિ ટુર્મતિઃ ? અનેductળરાંઢાર-અવળાંકે તનુજેતરમ્ ???
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy