SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ એવા મહર્ષિ ઉપર દંભીપણાનો અને જગતને ઠગવાનો આરોપ મૂક્તાં પણ આંચકો નથી ખાતા ! ખરેખર, માન અને ક્રોધની દુરંતતા અને ભયંકરતા લ્યાણના અર્થી આત્માએ ખાસ વિચારવા જેવી છે. તે દોષો જીવનને ભયંકર બનાવી દે છે, એ એક ક્ષણ પણ ભૂલવા જેવું નથી જ. આટલા બધા આરોપો મૂકવા છતાંપણ નહિ ધરાયેલા અને માન તથા ક્રોધના યોગે ઉન્મત્તપ્રાયઃ બનેલા શ્રી રાવણ પરમ પરાક્રમી શ્રી વાલી મુનિવરને પોતાનું અને પોતાની ભુજાઓનું સ્મરણ કરાવવાની ઘેલછા કરે છે અને કહે છે કે તે પરાભવનો બદલો લેવાનો મારો આ સમય છે અને તે લીધા વિના હું રહેવાનો નથી જેમ તે મને ચંદ્રહાસ ખડ્ઝની સાથે ઉઠાવીને ચારે સમુદ્રોમાં ભમાવ્યો હતો, તેમ હું પણ તને આ પહાડની સાથે લવણ સમુદ્રમાં ફેંકી આવીશ.' કહો કહો, આ કષાયની કેવી અને કેટલી ક્રૂરતા છે, કે જે ક્રૂરતાને આધીન બનેલા શ્રી રાવણ, જે સમયે મહર્ષિપુંગવ શ્રી વાલીમહારાજા ધ્યાનમગ્ન અવસ્થામાં ઊભા છે, તે સમયને પોતાના પરાભવનો બદલો લેવાના સમય તરીકે ઓળખાવે છે. અરે ! પોતાના ક્ષત્રિયવ્રતને પણ ભૂલી જાય છે અને વધુમાં જે પહાડને પોતે શ્રી વાલમુનિ સાથે લવણસાગરમાં ફેંકી આવવાની વાત કરે છે, તે પહાડ ઉપર તીર્થરૂપ ચૈત્ય છે, તેને પણ ભૂલી જાય છે. હા હા ! કષાયની કેવી અને કેટલી કારમી કુટિલતા છે, કે જેની આધીનતાના યોગે શ્રી રાવણ જેવાનો આત્મા પણ સ્થાવર અને ગમ એ બંનેય તીર્થોનો એકી સાથે નાશ કરવા જેવો કારમો પ્રલાપ કરી રહ્યો છે. આ જ કારણે ઉપકારી મહર્ષિઓ કષાયોથી બચવાનો જોરશોરથી ઉપદેશ કરી રહ્યાા છે. ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જેઓ આવા અપ્રશસ્ત કષાયોથી પોતાના આત્માને અલિપ્ત રાખી શક્યા છે અને રાખી શકે છે. આ જાતના ૧૦૭ રાક્ષશવંશ - શ્રી રાવણ અને ધર્મભાવ....૪ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy